વાવાઝોડાએ વિનાશ વેર્યો; વાવાઝોડાના કારણે PGVCL ને અધધધ 106 કરોડનું નુકશાન

”ઓસરીના દીવા પર આપને ખુમારી છે, મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે…”ખલિલ ધનતેજવીના સુંદર પંક્તિઓ આજની ચોમાસાની સ્થિતિને બંધબેસતી આવે છે. હાલમાં જ ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ કાળોકેર વર્તાવ્યો હતો. અગમચેતીના ભાગરૂપે સરકારી તંત્રએ કરેલી તૈયારીને કારણે વધુ નુકશાન થયું નહીં પરંતુ આ તો વાવાઝોડું છે, કુદરત સામે આજે પણ માનવી પાંગળો સાબીત થઇ રહ્યો છે. એટલે જ તો કહેવત છે કે કુદરત સામે કોઇનું ચાલે નહીં. બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા જિલ્લાને થઇ હતી.

વાવાઝોડાના કારણે PGVCL ને અધધધ 106 કરોડનું નુકશાન

આ જિલ્લામાંથી થઇને વાવાઝોડું પસાર થયું હતું. લોકોના જીવનું રક્ષણ કરવામાં તો તંત્રને સફળતા મળી પરંતુ વીજળીનો સંચાર કરતાં સાધનો જેવા કે સપ્ટેશન, વીજ પોલનો સોથ વળી ગયો હતો.

ત્રણ દિવસ સુધી હાલારમાં સૂસવાટા મારતાં પવનને કારણે હજારોની સંખ્યામાં વીજ પોલ જમીન દોસ્ત થઇ ગયા હતા. અનેક ગામડાઓમાં એક અઠવાડિયાથી અંધારપટ્ટ છવાઇ ગયો હતો. જો કે PGVCLના કર્મચારીઓ રાત-દિવસ વીજપુરવઠો રેગ્યુલર કરવા કામે લાગ્યું હતું. વાવાઝોડું ગયા બાદ વીજ તંત્રએ નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે વાવાઝોડાને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકા જિલ્લામાં અધધ 57.83 કરોડનું નુકશાન થયું છે. જ્યારે કચ્છમાં 19 કરોડનું નુકશાન થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને કુલ 106 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ જમીનદોસ્ત થઇ ગયા હતા.

  • દેવભૂમી દ્વારકા જિલ્લામાં વીજ ઉપકરણોને થયેલા નુકશાની વાત કરીએ તો કલ્યાણપુર, ઓખામંડળ, ખંભાળિયા, ભાણવડ તાલુકામાં 13 હજારથી વધુ વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા હતા. તો 358 જેટલા ફીડર અને 142 જેટલા ટીસી ખરાબ થઇ ગયા હતા. પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે વીજપુરવઠો રેગ્યુલર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટાભાગના ગામડાઓમાં વીજપુરવઠો શરૂ થઇ ગયો છે.

Leave a Comment