Amazing Dwarka: લોકસભાની ચૂંટણી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે.. કેન્દ્ર સરકારે રાંધણ ગેસના સિલિન્ડરમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો છે. જો કે 200 રુપિયાના ઘટાડાનો લાભ ફક્ત ઉજ્જવલા સ્કીમવાળા ગેસ સિલિન્ડરને લાગુ પડશે.. જ્યારે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.સરકારની આ જાહેરાતથી લોકોને રાહત મળી છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સ્કીમવાળા લોકોને મોટો લાભ થશે. મોદીજીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રુપિયાના ઘટાડાને લીલીઝંડી આપી દેવામાં આવી હતી.
તહેવારોમાં રાહત થશે રાંધણ ગેસના આ નિર્ણયથી
હાલમાં 1100 રુપિયામાં એક બાટલો મળી રહ્યો હતો. પણ હવે આ ભાવ ઘટાડા બાદ લોકોને એક સિલિન્ડર માટે 900 રૂપિયા આસપાસ ચુકવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યાં છે. આ તહેવારોમાં ગેસનો ઉપયોગ વધી જતો હોય છે. એવામાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ રાહત ખુબ જ મહત્વની સાબી થશે.
લોકોએ સરકારનો નિર્ણય આવકાર્યો
હાલ તો સરકારની આ જાહેરાતથી લોકોને ખુબ જ ફાયદો થયો છે અને લોકો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યાં છે. હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે સરકાર લોકો માટે હવે બીજી કઈ જાહેરાત કરે છે.