Amazing Dwarka: ખંભાળિયા દ્વારકા હાઈવે પર એક કાર અને એસ.ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
ખાનગી કાર અને બસ વચ્ચે અકસ્માત
બનાવની વિગત મુજબ ખંભાળિયા દ્વારકા હાઈવે પર મોવાણના પાટિયા નજીક પી.એસ.આઈની કાર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પી.એસ.આઈ જસમીન ઝીંઝુવાડિયા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
PSIને માથાના ભાગે ગંભીર ઇજા
મળતી માહિતી અનુસાર પી.એસ.આઈ જસમીન ઝીંઝુવાડિયા દ્વારકા હાઈવે પર મોવાણના પાટિયા નજીક રોંગ સાઈડમાં પોતાની કાર લઈને જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેની કારનો અકસ્માત એસ.ટી બસ સાથે થયો હતો. આ અકસ્માતમાં પી.એસ.આઈ જસમીન ઝીંઝુવાડિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા
પી.એસ.આઈને માથામાં ગંભીર ઈજા થતાં આસપાસના લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. જેથી 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પી.એસ.આઈ જસમીન ઝીંઝુવાડિયાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તો સમગ્ર ઘટના જાણ પણ પોલીસને કરવામાં આવી છે. જેથી પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.