મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
Vahali Dikri Yojana 2023
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર | મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ |
યોજનાનો હેતુ | આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
મળવાપાત્ર સહાય | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી? | Online |
અરજી ક્યાં કરવી? | લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે. |
આ યોજનાના લાભ લેવા માટે જરૂરી લાયકાત ?
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
કઈ રીતે મળશે સહાય ?
Vahli Dikri Yojana હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.
સહાયમાં હપ્તા અંગેની વિગત | કેટલી અને ક્યારે સહાય મળશે? |
પ્રથમ હપ્તા પેટે | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
બીજો હપ્તો પેટે | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
છેલ્લા હપ્તા પેટે | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ. |
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા-પિતાના આધારકાર્ડ
4. માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. સ્વ-ઘોષણાનો નમૂનો
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
આ પણ જુઓ !!
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |