બિપોરજોય વાવાઝોડાને અનુસંધાને: દેવભૂમિ દ્વારકામાં 144 કલમ લાગુ કરી દેવાઈ, 16/06/2023 સુધી કલમ 144 લાગુ

બિપોરજોય વાવાઝોડાને અનુસંધાને: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડા ટકરાવની પ્રબળ શક્યતાઓને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારો, બીચ અને બંદર પર લોકોની અવરજવર અને પશુઓને લઈ જવા પર પ્રતિબંધ. આજથી 16/06/2023 સુધી કલમ 144 લાગુ કરતાં જિલ્લા કલેકટર શ્રી.

AMAZING Dwarka News: વાવાઝોડું નજીક આવતા દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ત્યારે આજે દ્વારકાધીશ મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે.

  • દ્વારકાધીશ મંદિરમાં એક સાથે બે ધજા ચડાવાઈ
  • સવારે ભારે પવન ફૂંકાતા ફરકાવી ન હતી ધજા
  • બે ધજા સાથે ચડાવાથી સકંટ ટળશે તેવી માન્યતા

ભયંકર વાવાઝોડું બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.

તૌકતે વાવાઝોડામાં વખતે પણ ચડાવાઈ હતી બે ધજા


આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે. તો ગઈકાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ચડાવાઈ હતી.

Leave a Comment