કેટલી ઝડપે અવન ફૂંકાશે; અસરગ્રસ્ત ગામો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કર્યુ લીસ્ટ

સાયક્લોન એલર્ટ: બિપોરજોય વાવાઝોડુ: અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બની રહ્યુ છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ ગ્તિ કરી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત માટે આગામી 36 કલાક ખૂબ જ મહત્વના બની રહેશે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લા કચ્છ અએન દેવભુમિ દ્વારકામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગામ વાઇઝ પવનની સ્પીડ


ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે જિલ્લાઓમા જે ગામોમા વાવાઝોડાની અસર થવાની સંભાવના છે ત્યા કેટેલી પવનની ઝડપ રહેશે તેના માટે લીસ્ટ જાહેર કરેલ છે. આ PDF ડાઉનલોડ કરવાની લીંક નીચે મુજબ છે.

અસરગ્રસ્ત ગામો ગામની યાદી
વાવાઝોડાને લઇને તમારું નેટવર્ક કામ ન કરે તો, આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો

ગુજરાત માટે આગામી 24 કલાક મહત્વના, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ

જેમ જેમ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. કચ્છના જખૌમાં વાવાઝોડું ટકારાવાની સંભાવના જોવા મળી રહી છે, ત્યારે સજાગતાના ભાગરુપે NDRFસહિતની ટીમ સજ્જ કરવામાં આાવી છે. વાવાઝોડાની અસરથી કચ્છનો દરિયાકાંઠે હિલોળે ચડ્યો છે.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક વધુ મહત્વના જણાવ્યા છે. જેની સાથે જ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં 3 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની સાથે જ દરિયામાં ભારે કરંટથી કિનારા પર તોફાન મચ્યું છે.

પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે

બિપોરજોય વાવાઝોડું આવતીકાલે 15 જૂનના સાંજે 4 થી 8 દરમિયાન ગુજરાતના કિનારે ટકરાશે. જેમાં જખૌ બંદર પાસેથી વાવાઝોડું પસાર થશે. વાવાઝોડું હાલ જખૌથી 260 કિમી દૂર છે તો દેવભૂમિ દ્વારકાથી 270 કિમી દૂર તો કચ્છના નલિયાથી 280 કિમી દૂર છે જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરથી 330 કિમી દૂર છે તો પાકિસ્તાનના કરાંચીથી 340 કિમી દૂર છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે આ સાથે IMDએ જણાવ્યું કે, આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાઈ શકે છે. IMDએ લેન્ડફોલ સમયે બિપરજોયની ગતિ પ્રતિકલાક 120 થી 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે, વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટીથી ટકરાશે તેમ જણાવ્યું

બિપોરજોય વાવાઝોડા લઈને હવામાન વિભાગના ઈન્ચાજ ડાયરેકટર ડો.મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેમજ આવતીકાલે વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Leave a Comment