Amazing Dwarka; વિશ્વમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને મહાન સંસ્કૃતિ ગણવામાં આવે છે. ત્યારે અવારનવાર વિદેશમાં વસતા લોકો ભારતના પ્રવાસે આવે ત્યારે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત ચોક્કસથી લે છે. કેટલીક વખત તો આ વિદેશીઓ અગાઉથી જાણકારી લઇને અહિંયા રહેવા જમવાની સુવિધાઓ બુક કરી લે છે.
કારણ કે વિદેશી લોકોને ગુજરાત ખુબ જ ગમે.વિદેશીઓ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે સાસણ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ, સૌરાષ્ટ્રનો દરિયાકિનારો સહિત અનેક જગ્યાઓની મુલાકાત લેવાનું પસંદ કરે છે. કારણ કે અહિંયા તેને ગામડાની મોજ પણ મળે છે શહેરી માહોલ પણ મળી જાય છે.
ભારતના રિપોર્ટમાં ગુજરાત પ્રથમ ક્રમાાંકે
ગુજરાતના મહત્વના સ્થળોની વાત કરવામાં આવે તો કેવડિયા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વધુ છે લેછે… પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી ભોજન, ભગવાન કૃષ્ણની દ્વારીકા નગરી, સૌરાષ્ટ્રનો ઘુંઘવતો દરિયા કિનારો, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને સાપુતારા જેવા સ્થળોની મુલાકાત લેવાનું વિદેશીઓ વધારે પસંદ કરે છે. ભારત સરકાર દ્વારા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ સર્વમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વિદેશી પ્રવાસીઓ સૌથી વધુ ગુજરાતમાં આવ્યા છે. જો આંકડાની વાત કરવામાં આવે તો 1.78 મિલિયન વિદેશી પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે.
પ્રવાસન ઇકોનોમીમાં ગુજરાતનો સિંહફાળો
આમ પણ દેશના પ્રવાસન ક્ષેત્રમાં જો સૌથી વધુ કોઈનો ફાળો હોય તો તે છે ગુજરાતનો. કારણ કે દેશના પ્રવાસન ક્ષેત્રમાં એકલા ગુજરાતનો ફાળો 20.70 ટકા હિસ્સો છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા ક્રમે છે. આમ ગુજરાત એક એવુ સ્થળ છે કે જ્યાં વિદેશી ગોરાઓ પણ ફરવા માટે આવે.
વિદેશીઓને આપણી ભારતીય સંસ્કૃતિ ખુબ જ ગમે છે. જેથી તેઓ આપણી સંસ્કૃતિ સાથે જોડાવવા માટે તેઓ તૈયાર કરે છે.