જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા; જાણો જગન્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ

Jagannath Rath Yatra in Puri 2023: રથયાત્રા નું નામ સાંભળતા જ સૌથી પહેલા જગન્નાથ રથયાત્રાનું દ્રશ્ય નજર સામે રમવા માંડે. આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથ એટલે કે ભગવાન વિષ્ણુ અથવા તો કૃષ્ણનું બીજું સ્વરૂપ.

જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા

Ratha Yatra (Puri) જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે, ત્યારબાદ તેઓને જગન્નાથ મંદિરમાં ફરીથી પધરામણી કરાવવામાં આવે છે.

આવી અષાઢી બીજ ને મોરલા ટહુંક્યા
બલરામ, સુભદ્રા સંગ મોસાળે ભગવાન જગન્નાથજી ચાલ્યા

જગન્નાથની યાત્રા જાણે; ચારોધામની જાત્રા….

આ વર્ષે એટલે કે 2023 માં 20 જૂન અને મંગળવારના દિવસે આ રથયાત્રા યોજાશે. આ વર્ષે જગતના નાથની 146મી ભવ્ય, દિવ્ય, દેદીપ્યમાન નગરયાત્રા શ્રદ્ધાળુઓને ભાવ વિભોર કરશે. 145 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. જેની તૈયારીઓ છેલ્લા ઘણા સપ્તાહથી શરૂ કરી દેવામાં આવી છે.

હિંદુ પંચાગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની બીજએ આ રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ભારતના વિવિધ રાજ્યોમાં તો ઉજવવામાં આવે જ છે, પરંતુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ભક્તોમાં આ ભગવાન જગન્નાથનો રથ ખેંચવાની ખૂબ જ ઈચ્છા રહેલી હોય છે. લોકોનું એવું માનવું છે કે ભગવાન જગન્નાથનો રથ ખેંચવાથી જાણે અજાણ્યે થયેલા પાપોનો નાશ થાય છે. ભગવાન જગન્નાથના રથ ને નંદિકોષ નામથી પણ ઓળખવામાં આવે છે જે 45 ફૂટ ઊંચો હોય છે. 16 પૈડા વાળા રથને લાલ અને પીળા કપડાથી ઢાંકીને સજાવવામાં આવે છે. ભગવાન બલરામ નો રથ 14 ફૂટ ઊંચો હોય છે જેમાં 14 પૈડા હોય છે અને ધજા ઉપર તાડનું વૃક્ષ હોય છે. ભગવાન બલરામના રથ ને ટાલ ધ્વજ માનવામાં આવે છે. દેવી સુભદ્રા નો રથ 12 પૈડા સાથે 43 ઉંચો હોય છે. જેને લાલ અને કાળા કપડાથી શણગારવામાં આવ્યો હોય છે.

રથયાત્રાનું ટૂંક માં વર્ણન


પુરીની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા. શ્રી ક્ષેત્ર પુરી જગન્નાથ ધામ તરીકે ઓળખાય છે. શ્રી ક્ષેત્ર પુરી એ ભારતના ચાર મુખ્ય તીર્થધામોમાંનું એક છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આ પવિત્ર ધામ પુરીમાંથી ઉદ્ભવી છે. ભારતમાં તેમજ વિદેશમાં અનેક સ્થળોએ જગન્નાથ મંદિર અને તે તમામ સ્થળોએ ધાર્મિક વિધિઓ અનુસાર રથયાત્રા ઉજવવામાં આવે છે. પરંતુ આ તમામ રથયાત્રાનો મુખ્ય સ્ત્રોત પુરી રથયાત્રા છે. કારણ કે અન્ય સ્થળોએ પુરી રથયાત્રાની ઉજવણી માટે તમામ નિયમોનું પાલન કરીને રથ યાત્રા ઉજવવામાં આવે છે. આના પરથી પુરી રથયાત્રાની વિશિષ્ટતા, વિશિષ્ટતા અને મહત્વનો અંદાજ લગાવી શકાય છે.

એવું કહેવાય છે કે રાજા ઇન્દ્રદ્યુમ્ને પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરી હતી. તેઓ સર્વોચ્ચ વૈષ્ણવ હતા અને વૈષ્ણવ ધર્મના સૌથી મોટા પ્રચારક હતા. પુરીમાં તેમના શાસનકાળ દરમિયાન રથયાત્રાની પરંપરા શરૂ કરવામાં આવી હતી.

જાણો જગન્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ

સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.

2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.

Rath Yatra 2023 રથયાત્રા ક્યારે છે ?

20 જૂન, 2023 (મંગળવાર)

1 thought on “જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા; જાણો જગન્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ”

Leave a Comment