ખેડૂતોને મળશે તાડપત્રી, સ્પ્રે પંપ, પાઇપલાઈન સહિતના ઘટકો પર સહાય; જાણો કેવી રીતે મળશે સહાય? ક્યારથી ભરાશે ફોર્મ ?

Amazing Dwarka: કોઇપણ દેશના વિકાસમાં ખેડૂતોનો સિંહફાળો રહેલો છે. આપણ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો થકી જ વિકાસનું પૈડું આગળ ધપે છે. જમીનમાંથી ધાન ઉગાડવાની ક્ષમતા ધરાવતો ખેડૂત સતત ખેતીમાં કાર્યરત રહે છે અને કૃષિ પેદાશ ઉગાડે છે અને માર્કેટ સુધી પહોંચાડે છે. જો કે સરકાર દ્વારા સતત ખેડૂતોના હીતમાં વિવિધ યોજનાઓ બહાર પાડી શક્ય એટલી મદદ પહોંચાડવામાં આવી રહી છે. આવી જ એક સરસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય આપવામાં આવશે. તો આવો આ યોજના વિશે વિગતે ચર્ચા કરીએ..

શું શું સહાય આપવામાં આવશે ?

રાજ્ય સરકાર દ્વારા તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય યોજના બહાર પાડવામાં આવી છે.

સહાય માટે ક્યાં અરજી કરવી ?

ખેડૂતોને ઘર આંગણે સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ડિઝિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સરકારે ખેડૂત i પોર્ટલ બનાવ્યું છે. જે ખેડૂતોએ ઉપર જણાવ્યા પ્રમાણેની સહાયનો લાભ લેવો હોય તેઓએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી કઇ તારીખથી કરવી ?

રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 7 ઓગસ્ટ 2023ના સોમવારે સવારે 10.30 વાગ્યાથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ થશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કોને કોને લાભ મળશે ?

આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. જે ધ્યાને લઇને રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી. અરજી કર્યા બાદ ખેડૂતોએ અરજીની એક નકલ પણ કઢાવી રાખવી.

Leave a Comment