Independence Day: તિરંગા ફરકવવાના આ નિયમો જાણી લેજો, નહિ તો થશે જેલની સજા

Amazing Dwarka; 15 મી ઑગસ્ટને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હર ઘર તિરંગા અભિયાનને લઈને દેશની જનતા પોતાના ઘરે, ઓફિસે તિરંગો ફરકાવશે. કોઈ પણ દેશ માટે તેના રાષ્ટ્ર્રધ્વજનું વિશેષ મહત્વ હોઈ છે. ભારત દેશમાં પણ તિરંગા પ્રત્યે લોકોની લાગણી જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય તિરંગાનું અપમાન સહન કરે નહિ. જો કે જાણતા અજાણતા તિરંગાનું અપમાન ન થાય ટે જોવાની જવાબદારી પણ જનતાની છે.

તિરંગો ફરકવતી વખતે આટલી વાતનું ધ્યાન રાખવું

તિરંગો ફરકાવતા સમયે તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તો કોઈપણ ક્ષતિનો હોવી જોઈએ. કેસરી રંગ ઉપર, સફેદ રંગ વચ્ચે અને લીલો રંગ હંમેશા નીચેની પટ્ટીમાં હોવો જોઈએ. પહેલા માત્ર હાથથી બનાવેલા ઝંડાનો જ ઉપયોગ થતો હવે તમે મશીનમાં બનેલા ધ્વજ પણ ફરકાવવાની મંજૂરી છે

ધ્વજને તમે હવે 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફરકાવી શકો છો ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3.2 હોવો જોઈએ અને અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોવા જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્ષવો જોઈએ અને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઇએ.

તો થશે જેલની સજા

ધ્વજને સળગાવવા, નુકશાન પહોંચાડવા, મૌખિક અપમાન કરવા પર ૩ રાષ્ટ્ર ધ્વજને વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે. ધ્વજ પર કઈ પણ લખી ન શકાય અને ફાટેલો પણ ન હોવો જોઈએ. તિરંગો લહેરાવવો તમામ નાગરિકનો અધિકાર છે. પરંતુ તેનો મતલબ એ નથી કે ગમે તે પોતાની કારમાં ધ્વજ લગાવીને ફરી શકે. ધ્વજ સંહિતા અનુસાર માત્ર બંધારણીય લોકો જ પોતાની કારમાં લગાવી શકે છે.

Leave a Comment