અમદાવાદ હાઇવે બન્યો રક્તરંજીત, ચોટીલા જતા પરિવારને નડ્યો અકસ્માત, 5 મહિલા, 3 બાળકો સહિત 10ના મોત

Amazing Dwarka: ફરી એકવાર અમદાવાદ હાઇવે રક્તરંજીત બન્યો છે. ટ્રક અને ટેમ્બો વચ્ચે એવો ભયાનક અકસ્માત સર્જાયો કે રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. આ ગોઝારી ઘટનામાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપડ્યા છે. જેમાં 3 બાળકો અને 5 મહિલાઓનો પણ સામેલ છે. અંદાજે 17 જેટલા લોકો ટેમ્પોમાં બેસીને ચોટલી દર્શન કરવા જઇ રહ્યાં હતા, આ દરમિયાન બાવળા-બગોદરા હાઇવે પર આ ઘટના સર્જાઇ હતી. ઘટના બની ત્યારે નજીકમાં હાજર લોકો આ ભયાનક દ્રશ્ય જોઇને ધ્રૂજી ઉઠ્યા હતા.

હાઇવે બન્યો રક્તરંજીત

ગોઝારી ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર એક ટ્રક ઉભેલી હતી, આ ટ્રકમાં પંચર હોવાથી તે ત્યાં ઉભો હતો, આ દરમિયાન એક છોટા હાથી લોડિંગ ટેમ્બો ધડામ દઇને આ ટ્રક સાથે અથડાઇ હતી. આ ટેમ્પોમાં કપડવંજના સુણદા ગામના 17 જેટલા લોકો આ ટેમ્પોમાં બેસીને 17 જેટલા લોકો સવાર હતા જેઓ ચોટીલા દર્શન કરવા જતા હતા. અચાનક ટેમ્પો અથડાતા તેમા સવાર 5 મહિલા, 3 બાળકો સહિત કુલ 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 7થી 8 લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવારમાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું

ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

Leave a Comment