જામનગર: ‘યે ક્યા ગજબ હુઆ, શિકાર ખુદ યહાં શિકાર હો ગયાં,..’ જામનગરની ભાગોળે રંગપર ગામ નજીક થોડા દિવસ પહેલા થયેલી 20 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં નવો જ વણાંક આવ્યો છે. પહેલા તો આ લૂંટ 20 લાખ રૂપિયાની નહીં પરંતુ 10 લાખની હતી, અને બીજું કે લૂંટ થઇ જ ન હતી, ફરિયાદી ખુદ આરોપી નિકળ્યો છે. એટલે કે ફરિયાદીએ જ પૈસા સંતાડી દીધા અને પછી લૂંટનું તરકટ રચ્યું હતું. મેઘપર (પડાણા) પોલીસ અને LCBએ ગણતરીની કલાકોમાં જ સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો. રહસ્યના તાણાવાળા સર્જાવતી આ લૂંટની ચકચારી ઘટનાની પોલીસને પહેલેથી જ કઈક રંધાયું હોવાની ગંધ આવી ગઈ હતી. જેને પગલે પોલીસે આ દિશામાં પડદો ઉંચકાવી નાખવામાં પોલીસને સફળતા સાંપડી છે અને વેપારીના રૂપિયા ચાઉ કરી જવાના ઇરાદે ભેજાબાજ આરોપીએ જ આ પ્રકારનું લૂંટનું તરખત રચ્યુ હોવાનું સામે આવ્યું છે. કોણ છે આ ફરિયાદ અને કેમ આ નાટક રચવાની જરૂર પડી એ રોચક વિગત જાણવા જેવી છે.
રંગપરમાં થયેલી ચકચારી 20 લાખની લૂંટમાં મરચાની ભૂકીથી ઉકેલાયો સમગ્ર કેસ!
ભેજાબાજ ફરિયાદીએ એવું રટણ રટ્યું હતું કે તેમની આંખમાં મરચાની ભૂકી છાટી અને રૂપિયા ભરેલ બેંગ આચકી લેવામાં આવ્યું હતું. પોલીસને સહેજ પણ શક ન જાય તે માટે ફરિયાદી અવેશે વ્યવસ્થિત લૂંટનું તરખટ રચ્યું હતું. એક તો સીસીટીવી ન હોય તેવી અવાવરું જગ્યાએ આ સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો હતો. બાદમાં જેમાં આરોપીએ પોતાના હાથે જ રૂપિયા ભરેલ બેગ તોડી નાખ્યું હતું. એટલું જ નહીં આરોપીએ રૂપિયા એક જગ્યાએ જમીનમાં દાટી દીધા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું કે લૂંટની રકમ 20 લાખ નહીં પરંતુ 10 લાખ જ હતી.
મચરા ભૂકીથી ઉકેલાયો સમગ્ર ભેદ
જોકે ચોરથી ચાર કદમ આગળ પોલીસે એફએસએલની મદદ લઇ ફરિયાદીની આંખોની જીજી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આંખમા મરચાંની ભૂંકીની ગેરહાજરી જોવા મળી હતી. આ ઉપરાંત બનાવ સ્થળે પણ મરચાની ભૂકી સહિતના નમુના લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ફરિયાદી અવેશના ઘરની અને બનાવ સ્થળની મરચાની ભૂંકી એક જ નીકળતા પોલીસને સફળતા મળી હતી.
પોલીસે આકરી રીતે પુછપરછ કરતાં આરોપી એવેશ પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને એક પછી એક ખુલાસા કરવા લાગ્યો હતો, જેમાં આરોપીદ બિયારણના કમિશન એજન્ટનું કામ કરતો હતો. જેમાં લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હતું. બાદમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.