Salangpur Hanuman Controversy ; સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર, અમદાવાદમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત

Salangpur Hanuman Controversy: સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આજે અમદાવાદના સાણંદ ખાતે મળેલ સનાતન ધર્મના સાધુ સંતોની બેઠકમાં મહત્વની જાહેરાત કરવામાં આવી. સાળંગપુરમાં હનુમાનજી ભીતચિંત્રને લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી.

સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માગ કરી બે દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા સમય આપ્યો છે, બીજી તરફ આજે અમદાવાદ લંબે હનુમાનજી મંદિર ખાતે યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું જાહેર કરાયું છે, સાથે જ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીએ બે દિવસમાં સુખદ અંત આવી જશે તેવું જણાવ્યું હતું.

Salangpur Hanuman Controversy ; સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર પણ નહીં બેસે

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદમાં આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે.

Salangpur Hanuman Controversy ; સનાતન ધર્સામના સાધુ સંતોએ પ્રતિજ્ઞા લીધી

તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લઇ કીધું હતુ કે આજથી સ્વામિનારાયણના સંતોને આવકારીશું નહીં. આજથી અમે કોઇપણ દિવસ સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારીશું નહીં. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારવામાં આવશે નહિ. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં સંત સંમેલન યોજાયું હતું. તેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંમેલન યોજાતા હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

Salangpur Hanuman Controversy
Salangpur Hanuman Controversy

Salangpur Hanuman Controversy ;સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના બનાવાશે

સાધુ સંતોની બેઠક હિન્દુ સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર બેસવા ન દેવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે. આ સાથે બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના પણ બનાવવા માટેનો નિર્ણય પણ કરવામાં
આવ્યો છે.

Salangpur Hanuman Controversy ; મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં

જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.

Salangpur Hanuman Controversy ; 5 સપ્ટેમ્બરે લિંબડીમાં સાધુ સંતોની બેઠક મળશે

5 સપ્ટેમ્બરે લિંબડીમાં સાધુ સંતોની બેઠક મળશે. સંતોની મોટી બેઠકમાં દેશભરના સંતો હાજરી આપશે. 5 સપ્ટેમ્બરની બેઠકમાં રણનીતિ નક્કી કરાશે. તથા ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના સંતો જોડાશે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી કિંગ ઑફ઼ સાળંગપુર ની વિશાળ પ્રતિમા પર સ્વામિનારાયણ છાપ તિલક અને તેની નીચેના ભીંત ચિત્રોમાં,
હનુમાનજીને સ્વામિનારાયણ સંતોની સામે હાથ જોડીને ઊભા દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને વ્યાપક પ્રમાણમાં વિરોધ છે.

Salangpur Hanuman Controversy ; ભીંત ચિત્રો પર કાળો કલર લગાવ્યો

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે એ જ વિવાદમાં વધુ એક વિવાદ થયો છે. વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી મામલો વધુ ગરમાયો છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડી રહ્યો હતો અને ભીંતચિંત્રો છે તેના પર કાળો રંગ લગાવવી રહ્યો હતો. જો કે પોલીસે તેને અટકાવીને તેને ઝડપી પાડ્યો છે.

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

કાળા રંગનું પોતું ભીંતચિત્રો પર ફેરવ્યા પછી આ શખ્સ દ્વારા ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આ વ્યક્તિના હાથમાં છડી જેવું હથિયાર હતું તેનાથી તેણે ભીંતચિત્રો પર ફટકા મારવાનું શરુ કર્યું હતું. આ શખ્સનું કૃત્ય જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શખ્સની અટકાયત કરી લીધી છે.પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે.

Salangpur Hanuman Controversy મામલે ભીંત ચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ ?

આ શખ્સ ચારણકી ગામનો હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં તે રોષે ભરાયો હતો અને તે મંદિર પરિસરમાં ઘુસીને છડી વડે ભીંચચિત્રો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાથે જ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું.

Watch Video : https://www.instagram.com/reel/CwuU3JlMkta/?igshid=MzRlODBiNWFlZA==

આ પણ જુઓ !

સાળંગપુર વિવાદ કેમ વકર્યો ? ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ છે ?

સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?

Leave a Comment