ખુબ જ અહલાદક અને અદભૂત; સાળંગપુર દાદાને પોપકોર્નનો દિવ્ય શણગાર, વાંચો ખાસ અહેવાલ

Amazing Dwarka: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરનો ઝાકમજોળ જ કંઈક અલગ જ પ્રકારનો છે. અહિંયા હનુમાનજીને રોજ અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે. ક્યારેક ચોકલેટ, તો ક્યારેક ફ્રુટ, ક્યારેક શાકભાજી તો ક્યારેક ફુલોનો શણગાર કરવામાં આવે છે. આ શણગાર પણ એટલો સરસ રીતે કરવામાં આવ્યો હોય કે લોકો જોતા જ રહી જાય. ત્યારે આજે સાળંગપુર હનુમાનદાદાને પોપકોર્નનો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર જોઈને ભક્તો હનુમાનદાદા પરથી નજર હટાવી શકતા ન હતા. કારણ કે આ શણગાર ખુબ જ અદભૂત અને આહલાદક હતો.

દાદાને પોપકોર્નથી શણગાર કરાયો

સાળંગપુરના હનુમાનજી દાદાને આજે પોપકોર્નનો શણગાર કરાયો હતો. અધિક શ્રાવણ માસ નિમિત્તે હનુમાનજી દાદાને પોપકોર્નથી શણગારાયેલા જોઈને ભક્તો ખુશખુશ થઈ ગયા હતાં. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પોપકોર્ન નાના બાળકોથી લઈને મોટા લોકો બધાને પસંદ હોય છે. ત્યારે આ શણગાર બધા જ જોતા રહી ગયા હતા.

દાદાના દર્શન કરવા આવે તે ક્યારેય ખાલી હાથ નથી જતો

લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર છે. ત્યારે અહિ આજે હનુમાનજી દાદાને પોપકોર્ન કરાયેલો શણગાર અનોખો બની રહ્યો હતો. અહિંયા વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.કહેવાય છે કે અહિંયા જે પણ ભક્ત આવે છે તે ખાલી હાથ ક્યારેય જતો નથી.

આ મંદિર ઘણુ ચમત્કારી

સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુર બની ગયુ છે. આ મંદિર ભક્તજનોના દુખ નિવારવા માટે અને જેમને ભુત -પ્રેત કે અનિષ્ઠ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણુ ચમત્કારી માનવામાં આવે છે. આ મંદિર માટે કહેવાય છે કે ભુત પ્રેતાત્માથી પિડીતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમની તમામ પિડામાંથી મુક્તી મળે છે.

અહિંયા 54 ફુટની હનુમાન દાદાની મૂર્તી

અહિંયા દુરદુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે.અહિંયા 54 ફુટની હનુમાન દાદાની મૂર્તી છે.‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાના દર્શન લગભગ 7 કિમી દૂરથી પણ થઇ શકે છે.આ સાથે જ એક સાથે 10 હજારથી વધુ લોકો જમી શકે એવડું મોટુ ભોજનાલય છે. જેથી અહિંયા દેશ-વિદેશથી પણ ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે..

Leave a Comment