ભાટિયાની સ્વામી વિવેકાનંદ સ્માર્ટ સ્કૂલના સ્માર્ટ બાળકો, જુઓ કેવી સુંદર ઇનોવેટિવ પ્રતિકૃતિ બનાવી

Amazing Dwarka; આજથી 77 વર્ષ પહેલા આપણા ભારત દેશ પર બ્રિટન એટલે કે અંગ્રેજોનું શાસન હતું. અંદાજે 200 વર્ષ સુધી ગુલામીમાં રહ્યાં બાદ વર્ષ 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો હતો. આ આઝાદી એટલી સરળતાથી મળી ન હતી, હજારો વીર સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ સુદ્ધાની આહુતી આપીને દેશને ગુલામીની જંજીરોમાંથી આઝાદ કર્યો હતો. ત્યારબાદથી દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષ 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં બાળકોએ અનોખી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્માર્ટ સ્કૂલમાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. દેશમાં બનતી ઘટનાઓની ખાસ કરીને દેશ માટે ગર્વની ક્ષણની અહીં ખુબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવે છે. આવી જ એક ક્ષણ એટલે કે 15મી ઓગસ્ટ આઝાદીના ઉત્સવમાં ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ સ્માર્ટ સ્કૂલના 600 જેટલા બાળકોએ ભારતનો નક્ષાની પ્રતિકૃતિ બનાવી હતી.ઉંચાઇએથી જોતા જ ભારતની આ પ્રતિકૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ભાટિયામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્માર્ટ સ્કૂલના ઇનોવેટિવ શિક્ષકો દ્વારા સતત વિદ્યાર્થીઓ સાથે મળી અવનવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેથી બાળકોને શિક્ષણિક જ્ઞાનની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. સ્કૂલ દ્વારા ક્લાસરૂમની બહાર વિવિધ ઇનોવેટિવ પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. જેમાં હાલમાં જ ચંદ્રયાન 3ની પણ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે શાળાના સંચાલકો અને શિક્ષકો, વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે.

Leave a Comment