ભારે પવનના કારણે ભાટિયા રેલવે સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી; ગ્રામજનોએ JCB ની મદદથી હટાવી રસ્તો ચાલુ કરાવ્યો

બીપરજોય વાવાઝોડાની અસરના કારણે ભાટીયા ગામના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ઉગમણીઆઈ માતાજીના મંદિર રોડ ઉપર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રેલવે સ્ટેશન રોડ બંધ થઈ ગયો હતો. ગ્રામજનોએ JCB ની મદદથી વૃક્ષને હટાવી રસ્તો પુનઃ ચાલુ કરાવ્યો હતો.

બિપોરજોય વાવાઝોડાનો કચ્છ બાદ દ્વારકામાં સૌથી વધુ ખતરો

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે આ સાથે IMDએ જણાવ્યું કે, આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાઈ શકે છે. IMDએ લેન્ડફોલ સમયે બિપોરજોયની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

Amazing Dwarka Live Update

  • બિપોરજોય વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ વધ્યુ
  • પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધ્યું
  • 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું
  • જખૌથી માત્ર 240 કિમી દૂર તો દેવભૂમિ દ્વારકાથી 260 કિમી દૂર
  • સૌરાષ્ટ્રના પોરબંદરથી 310 કિમી
  • પાકિસ્તાનના કરાચીથી 330 કિમી દૂર

થોડીવાર અટકી ગયા બાદ ગુજરાત તરફ આગળ વધ્યું બિપરજોય વાવાઝોડું

  • 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું વાવાઝોડું
  • બપોરે 2.30 કલાક બાદ ગુજરાત તરફ આગળ વધ્યું
  • આવતીકાલે સાંજે 4 થી 8 દરમિયાન ગુજરાતના કિનારે ટકરાશે
  • હાલ જખૌથી 260 કિમી દૂર અને દેવભૂમિ દ્વારકાથી 270 કિમી દૂર
  • કચ્છના નલિયાથી 280 કિમી દૂર

જામનગરમાં 10 હજાર અને દ્વારકામાં 5035 લોકોનું સ્થળાંતર

જામનગરમાં 10 હજાર અને દ્વારકામાં 5035 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદરમાં 3469, મોરબીમાં 9243 લોકોનું સ્થળાંતર થયુ છે. તથા રાજકોટમાં 6089 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા 8 જિલ્લાઓમાં મોટાપાયે સ્થળાંતર થયુ છે. અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.

74345 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

જૂનાગઢમાં 4604, કચ્છમાં 343૦૦, જામનગરમાં 1૦૦૦૦, પોરબંદરમાં 3469 તેમજ દેવભૂમિ દ્વારકામાં 5035 સાથે ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 તેમજ રાજકોટમાં 6089 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુલ 74345 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Leave a Comment