Namo Laxmi Yojana: નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને મળશે રૂપિયા 50 હજાર સુધીની સહાય; જાણો કોણ કોણ પાત્રતા ધરાવે છે, શું છે આ યોજના

Namo Laxmi Yojana: હવે દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકશે ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સમસ્યા થશે હળવી કારણ કે ગુજરાતના 2024-25ના બજેટમાં કરવામાં આવી છે એક એવી યોજનાની જાહેરાત કે જેનાથી મધ્યમ વર્ગીય પરિવાર માથી આવતી દીકરીનું ઊંચ અભ્યાસ કરવાનું સપનું પૂરું થશે. આ યોજના કઇ છે ? તેમાં શું છે ? કેટલી સહાય આપવામાં આવશે ? તથા કોણ કોણ આ યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવે છે? આ દરેક સવાલોનો ઉતર તમને અમેઝિંગ દ્વારકાના આજના આ અહેવાલમાં મળશે.

Namo Laxmi Yojana

યોજનાનો હેતુકિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?1250 કરોડ
ક્યા પરિવારની દીકરીઓને લાભ મળશે?વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે?સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે?માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.

આ યોજના કઈ છે ?

ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ 2024-25ના ગુજરાતના બજેટમાં વિવિધ યોજનાઓ બહાર પાડી અનેક જોગવાઈઓ કરી. જેમાની એક નામો લક્ષ્મી યોજના પણ હતી. આ યોજના અંતર્ગત 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

નમો લક્ષ્મી યોજના શું છે ?

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે સમન્તે તત્ર દેવતા:. આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમકા છે તેથી સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે મહિલાઓને શિક્ષિત કરવા તથા તેઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત કેટલી આર્થિક સહાય આપવામાં આવશે ?

નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને રૂપિયા 10 હજારની વાર્ષિક સહાય તથા ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિધાર્થીનીને રૂપિયા 15 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. આમ ધોરણ 12નું અભ્યાસ પૂર્ણ થતાં કુલ રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા કોણ કોણ પાત્રતા ધરાવે છે?

Namo Laxmi Yojanaનો લાભ તે પરિવારની દીકરીને મળી શકે છે જેના ઘરની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી હોય.

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?

  • ધોરણ 9 અને 10:- રૂપિયા 10,000/-
  • ધોરણ 11 અને 12:- રૂપિયા 15,000/-
  • ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ રૂપિયા 5,0000/-

આ યોજનાનો હેતુ શું છે ?

Namo Laxmi Yojanaનો હેતુ કિશોરીઓમાં પોષણ આરોગ્ય અને શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. જો મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધશે તો જ રાષ્ટ્ર મજબૂત અને વિકસિત થશે તેથી ધોરણ 9 થી 12ની વિધાર્થીનીઓને શિક્ષણ મળી રહે અને કોઈ પણ જાતની આર્થિક સમસ્યાને લીધે બાળકીનું શિક્ષણ ન બગડે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તથા સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત લાભ અપાશે.

આમ, આ Namo Laxmi Yojanaએ ગુજરાતની કિશોરીઓના પોષણ તથા મધ્યમ વર્ગ માથી આવતી દીકરીઓના શિક્ષણમાં મદદરૂપ સાબિત થશે. જેનાથી ગુજરાતની દીકરીઓમાં ઉચ્ચતર શિક્ષણનું પ્રમાણ પણ વધશે.

Leave a Comment