BJP Lok Sabha Candidates List 2024: ભાજપે 2024ની ચુંટણીનો કર્યો શંખનાદ, જાણો ગુજરાતમાં કઈ સીટ પર કોને ટિકિટ મળી અને કોનું પત્તુ કપાણુ

BJP Lok Sabha Candidates List 2024: લોકસભા 2024ની ચૂંટણી પહેલા NJP દ્વારા દિલ્હી હેડકવાટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં BJPના કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તથા ગુજરાતની 26 લોકસભા બેઠકો માથી 15ના ઉમેદવારો જાહેર કરાયા છે. તો ચાલો કયા બેઠક પર કોને સીટ મળી અને કોણ રીપીટ થયું તથા કોનું પત્તું કપાણું તેના વિશે જાણીએ.

ભાજપે પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 26 લોકસભા બેઠકો માથી 15 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં બે મહિલા ઉમેદવાર અને 13 પુરુષ ઉમેદવાર શામિલ છે. ગુજરાતના 10 ઉમેદવારોને રીપીટ ટિકિટ આપવામાં આવી જ્યારે 5 નવા નેતાઓને ઉતારવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કયા કયા નેતાઓના પત્તા કપાણા ?

  • પોરબંદર – રમેશ ધડુક
  • બનાસકાંઠા – પરબત પટેલ
  • પંચમહાલ – રતનસિંહ રાઠોડ
  • રાજકોટ – મોહન કુંડારિયા
  • અમદાવાદ પશ્ચિમ – કિરીટ સોલંકી
  • ક્યાં નવા ચેહરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા? 
  • પોરબંદર – મનસુખભાઈ માંડવીયા
  • બનાસકાઠાં – શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી
  • પંચમહાલ – રાજપાલ સિંહ મહેન્દ્ર સિંહ જાદવ
  • રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
  • અમદાવાદ પશ્ચિમ – અનુસૂચિત જાતિ દિનેશભાઈ મકવાણા
  • ગુજરાતના આ 10 દિગ્ગજ નેતાઓને રીપીટ કરવામાં આવ્યા
  • કચ્છ -વિનોદભાઈ ચાવડા
  • પાટણ – ભરત ડાભી
  • ગાંધીનગર – અમિત શાહ
  • જામનગર – પૂનમ બેન માડમ
  • આણંદ – મિતેષભાઈ રમેશભાઈ પટેલ
  • ખેડા – દેવુસિંહ ચૌહાણ
  • દાહોદ – જશવંત સિંહ ભાંભોર
  • ભરૂચ – મનસુખભાઈ વસાવા
  • બારડોલી – મનુભાઈ નાગરભાઈ વસાવા
  • નવસારી – સી.આર.પાટીલ

BJP Lok Sabha Candidates List 2024

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહ, નવસારીમાં સી આર પાટીલ, જામનગરમાં પૂનમબેન માડમ, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવીયાયા, આણંદમાં મિતેશભાઇ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલ સિંહ જાદવ, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, ભરૂચમાં મનસુખ વસાવા અને બારડોલીમાં પ્રભુભાઈ વસાવાને ટિકિટ મળશે.

પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો

  • વારાણસીથી-પીએમ નરેન્દ્ર મોદી
  • અંદમાન નિકોબાર- વિષ્ણુપડા રે
  • અરુણચાલ પ્રદેશ- કિરણ રિજ્જુ
  • અરુણાચલ ઈસ્ટ- તાકીર ગાઓ
  • શીલચર- પરિમલ શુકલા વૈદ્ય
  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
  • પાટણ-ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર-અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ-દિનેશ મકવાણા

પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર

  • 28 મહિલાઓને ટિકિટ
  • 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
  • 28 મહિલાઓને ટિકિટ
  • 47 યુવા ચહેરાઓને ટિકિટ
  • 27 SC ચહેરાને ટિકિટ
  • 18 ST ચહેરાને ટિકિટ
  • 57 OBC ચહેરાને ટિકિટ

પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?

  • ગુજરાતના 15 ઉમેદવાર
  • ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
  • મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
  • રાજસ્થાનના 15 ઉમેદવાર
  • કેરળના 12 ઉમેદવાર
  • તેલંગાણાના 9 ઉમેદવાર
  • આસામના 11 ઉમેદવાર

આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024નો આજથી શંખનાદ કરવામાં આવ્યો છે. દિગ્ગજ નેતાઓ અને નવા ચહેરાઓના સંગમ સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં 400 પારના લક્ષ્યાંક સાથે ફરી એક વાર જીત માટે તૈયારીઓ શુરૂ કરી દેવાઈ છે.

Leave a Comment