ગુજરાતના આ ગામે કોઈના ઘરે ચુલ્હા નથી પેટાવવામાં આવતા; દરરોજ આખું ગામ ભેગું બેસીને કરે છે ભોજન; જાણો ગુજરાતનું અનોખા ગામની વિચિત્ર કહાની

શું તમને ખબર છે કે ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં કોઈના ઘરે રસોઈ નથી બનતી. પરંતુ આખું ગામ સાથે મળીને ભોજન કરે છે.સુખ દુઃખમાં સાથ આપે છે અને એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે.સાથે આ ગામે ઘણા બધા એવોર્ડ્સ પણ જીત્યા છે.

હવે તમારા મનમા સવાલો ઉદ્ભવતા હશે કે આવું તે વળી ક્યું ગામ હશે ? બધા લોકોને શા માટે સાથે ભોજન કરતાં હશે ? તથા ગામને કયા કયા એવોર્ડ્સ મળેલા છે ? તમારા દરેક સવાલનો જવાબ તમને અમેઝિંગ દ્વારકાના આ અહેવાલમાં મળશે.

ગામનું નામ શું છે ? અને કયા આવેલું છે ?


ગુજરાતના ગામડાઓમાં રીતી,રિવાજો,પરંપરાઓ,મર્યાદાઓ અને સંસ્કારની ઝાંખી જોવા મળતી હોય છે જુદી જુદી વિશેષતાઓથી ભરેલા આ ગામડાઓમાં ઘણી વાર સામાન્ય કરતાં હટકે પ્રવૃત્તિઓ જોવા મળે છે.
તેવું જ એક ગામડું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ચાંદણકી ગામ છે. આ ગામ બધા ગામડાઓથી જુદો પડે છે અને ઘણી વિશેષતાઓથી ભરેલો છે.

ચાંદણકી ગામની વિશેષતા

આ ગામમાં કોઈ વ્યક્તિના ઘરે રસોઈ બનાવવામાં આવતી નથી. પરંતુ સમગ્ર ગામ એક જગ્યાએ ભેગુ થઈને સાથે મળીને ભોજન કરે છે જે ચાંદણકી ગામને બધા ગામોથી અલગ અને વિશેષ રીતે રજૂ કરે છે.

શા માટે એક જગ્યાએ જ રસોઈ બનાવવામાં આવે છે?


વાસ્તવમાં ચાંદણકી ગામની વસ્તી માંડ 1000ની છે તથા આ ગામના મોટાભાગના લોકો વિદેશમાં કે મોટી સીટીઓમાં સેટલ થઈ ગયા છે તેથા ગામમાં મોટાભાગે વૃદ્ધોની સંખ્યા હોવાથી ગામના આગેવાનો દ્વારા નક્કી કરાયુ કે દરેક વ્યક્તિના ઘરે જુદી જુદી રસોઈ બનાવવા કરતાં સમગ્ર ગામની રસોઈ એક જ જગ્યાએ બનાવી અને સૌ સાથે મળીને ભોજન કરે.

એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે છે ગ્રામજનો

ચાંદણકી ગામના લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમભાવના અને એકતા જોવા મળે છે તથા ગામના લોકો એક સાથે ભોજન કરી પોતાના સુખ દુઃખની વાતો કરતા હોય છે. આ સાથે ચર્ચા વિચારણા કરી અને મોટામાં મોટી મુશ્કેલીને પણ હળવી કરી નાખે છે.

એવોર્ડ આપી ગામને કરાયું સન્માન


એકતા અને પ્રેમ ભાવનાના પ્રતીક તથા વિવિધતામાં એકતા ધરાવતા એવા ચાંદણકી ગામને નિર્મલ અને તીર્થ ગામ જેવા એવોર્ડ આપી સન્માન કરી ગ્રામજનોનો ઉત્સાહક પણ વધારવામાં આવ્યો છે.

તો છે ને ગુજરાતનું રૂડું અને રળિયામણું ગામ ચાંદણકી. તમને ગામની પરંપરા એકતા અને એક બીજા પ્રત્યેની ભાવના કેવી લાગી ?

Leave a Comment