દ્વારકાની મદદે આર્મી; વાવાઝોડાના સંકટ સમયમાં દ્વારકામાં આવી પોહચ્યા આર્મીના 78 જવાનો

‘બિપરજોય’ વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત છે. તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. આજે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.

Army with the help of Dwarka

બિપરજોય વાવાઝોડાને લઈને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આર્મીની તૈયારીઓ વિશે માહિતી મેળવી


જામનગર આર્મી કેમ્પ ખાતેથી ૭૮ આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચ્યા


મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા જણાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

વાવાઝોડાના સંકટ સમયમાં દ્વારકામાં આવી પોહચ્યા આર્મીના 78 જવાનો

બિપરજોય વાવઝોડામાં ઓછામાં ઓછા રેસક્યું કરવા પડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આર્મીના જવાનો કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આવી દરેક વિપદાની વેળા તેઓ સેવા કાજે સૌથી આગળ ઊભા રહ્યા છે.

વધુમાં મંત્રીશ્રીએ આર્મીના જવાનોને મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈને મંત્રીશ્રીએ તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

Cyclone Biporjoy Live

  • ગૃહ રાજ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું
  • બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા આયોજનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરીઓ થઈ રહી છે. મંત્રી હર્ષભાઈ સંઘવી બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. આજે હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ગુજરાતમાંથી બિપોરજોય વાવઝોડાનું સંકટ ટળે તે માટે પ્રાર્થના કરી હતી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0થી 5 તથા ૫થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીશ્રીના સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના આર્મી કેમ્પથી સ્પેશિયલ આર્મી ટીમ દેવદેવભૂમિ દ્વારકા ખાતે બોલાવવામાં આવી છે. આર્મીના ૭૮ જેટલા જવાનો ૧૩ વાહનો સાથે દ્વારકા ખાતે પહોંચી ગયા છે. આર્મી જવાનો લાઈફ જેકેટ, ટ્રી કટર, રિકવરી વ્હીકલ, એમ્બ્યુલન્સ, રાશન કીટ સહિતની સામગ્રીઓ સાથે તૈયાર છે.

Leave a Comment