માલધારીનો દીકરો બન્યો સુપર સ્ટાર, જામનગરના વસઈ ગામના ભાવિન રબારીની નેશનલ ફિલ્મ એવોર્ડ માટે પસંદગી

Amazing Dwarka: સિનેમા જગતના સૌથી મોટા સન્માન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. 24 ઓગસ્ટ એટલે કે ગઈકાલે નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના દમદાર અભિનય માટે આ એવોર્ડ મળ્યો છે. ત્યારે બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘છેલ્લો શો’ ફિલ્મમાં ‘સમય’ તરીકેનું મુખ્યપાત્ર ભજવનાર ભાવિન રબારીની પસંદગી કરવામાં આવી છે.

‘છેલ્લો શો’ ફિલ્મમાં ‘સમય’ તરીકેનું મુખ્યપાત્ર ભજવનાર ભાવિન રબારી જામનગરના નાના એવા વસઈ ગામમાં ઉછરેલા અને એક્ટિંગની કોઈપણ તાલીમ લીધા વિના સિદ્ધિ મેળવનાર બાળ કલાકાર છે કે જેને આટલી નાની ઉંમરમાં સિદ્ધી પ્રાપ્ત કરી છે.. ભાવિનને આ એવોર્ડ મળતા પરિવાર સહિત વસઈ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ તેનો પરિવાર પણ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

ભાવિનનું છેલ્લા શો ફિલમમાં સિલેક્શન થયું તે પહેલા ભાવિન પાસે એક્ટિંગનો કોઈ અનુભવ ન હતું. આ બધુ તેના માટે નવું જ હતું. તેમ છતા આજે ભાવિને આટલી નાની ઉંમરમાં મોટો એવોર્ડ મેળવીને માત્ર વસઈ ગામનું જ નહીં પણ જામનગર અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.

ભાવિનના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો તે પહેલા સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો પણ હાલમાં તે જામનગરની ખાનગી શાળામાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે. ભાવિને જ્યારથી ફિલ્મ છેલ્લો શોમાં કામ કર્યુ ત્યારથી ભાવિન અને તેના પરિવારને સૌ કોઈ ઓળખવા લાગ્યા છે. ભાવિન આગળ પણ આ ફિલ્ડમાં આગળ વધવા માટે તૈયાર છે અને તેને કોઈ કામ મળશે તો તે કામ પણ કરશે અને પોતાનો અભ્યા પણ ચાલુ રાખશે.

Leave a Comment