Ganesh Visarjan: ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી ગયો છે.. અને સૌ કોઈ બપ્પાને વાજતે ગાજતે ઘરે લાવી રહ્યું છે.. શુક્લ પક્ષની ગણેશ ચતુર્થી તિથિના દિવસે બપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.. Ganesh Visarjan જો કે ઘણા લોકો બપ્પાનું વિર્સજન 3, 5 કે 7 દિવસ પછી પણ કરે છે.. પણ શું તમને ખબર છે બપ્પાનું વિસર્જન શા માટે કરવામાં છે.. કેમ બપ્પાની મૂર્તિની સ્થાપના કાયમી માટે કરવામાં આવતી નથી.
કેમ કરવામાં આવે છે વિસર્જન ?
તમને જણાવી દયે કે Ganesh Visarjan નું મુખ્ય કારણ મહાભારત સાથે જોડાયેલુ છે.. એક લોકવાયિકા મુજબ ગણેશજીનો જન્મ ભદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો.. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તે જળ તત્વનો શાસક છે. પુરાણો અનુસાર વેદ વ્યાસજી ભગવાન ગણેશને વાર્તાઓ સંભળાવતા હતા અને બપ્પા તેને લખતા હતા.
શું છે Ganesh Visarjanની વાર્તા ?
વાર્તા સંભળાવતા વેદ વ્યાસજીએ આંખો બંધ કરી. તે 10 દિવસ સુધી વાર્તા સંભળાવતા રહ્યા અને બાપ્પા તેને લખતા રહ્યાં. પરંતુ જ્યારે વેદ વ્યાસજીએ દસ દિવસ પછી આંખો ખોલી તો તેમણે જોયું કે ગણપતિજીના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું. તેના શરીરને ઠંડુ કરવા માટે, વેદ વ્યાસજીએ તેમને પાણીમાં ડૂબાડી દીધા. જેનાથી તેમનું શરીર ઠંડુ થઈ ગયું.
ગણપતિજીને રિજવવા કરો ખાસ પૂજા
એવું કહેવાય છે કે ત્યારથી એવી માન્યતા પ્રચલિત છે કે ગણેશ વિસર્જન માત્ર ભગવાન ગણેશને ઠંડક આપવા માટે કરવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો તેમને યોગ્ય વિધિથી વિસર્જન કરો. વિસર્જનના દિવસે સવારે ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. આ પછી ગણેશજીની આરતી અને મંત્રનો પાઠ કરો.
