Shree Halar Tirth Aradhana Dham: હાલાર તિર્થ એટલે આરાધના ધામ, ખંભાળિયામાં આવેલા આ પ્રવાસન સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે!

Shree Halar Tirth Aradhana Dham: અહિંસા પરમોધર્મ, આ સૂત્રના આધારે સમગ્ર દેશમાં જૈન ધર્મ અને તેને પાડનારા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે. ગુજરાતમાં જૈન ધર્મના અનેક મંદિરો આવેલા છે. જૈનો પોતાના મંદિરોને તીર્થ સ્થળ તરીકે ઓળખાવે છે અને તેનું ખુબ જ મહત્વ ધરાવે છે. આવું જ એક સુંદર અને મોટું તીર્થ સ્થાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી 13 કિલોમીટરના અંતરે વડાલિયા સિંહણ ગામમાં આવેલું છે.

આ સ્થળને હાલાર તીર્થ અથવા આરાધના ધામ તરીકે ઓળખવામાં આવે છે. Shree Halar Tirth Aradhana Dham અહીં પ્રભુ મહાવીર સ્વામીની 71 ઇંચની સુંદર મૂર્તિ જોવા જેવી છે, તો અહીં જૈન દેરાસર તથા આર્ટ ગેલેરી એવી છે કે તેની ચર્ચા ખુબ થાય છે. અહીં આવતા જૈન ધર્મના લોકો અને અન્ય પ્રવાસીઓનો સતત ઘસારો જોવા મળે છે. વિશાળ સંકુલમાં પથરાયેલું આ સુંદર પ્રવિત્ર સ્થળ જોઇને મન પ્રફુલ્લિત થઇ જશે, ત્યારે આ સ્થળ વિશે આવો વિગતે ચર્ચા કરીએ.

Aradhana Dham તીર્થ સ્થાનની સાથે એક ફેમસ ટૂરિસ્ટ સ્થળ

જૈનોનું પવિત્ર યાત્રાધામ આરાધના ધામ જામનગરથી 46 કિલોમીટર અને ખંભાળિયાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું છે. આ યાત્રાધામની ખાસિયત એવી છે કે અહીં જૈન દેરાસર તો છે જ સાથે સાથે આર્ટ ગેલેરી પણ છે. એટલે કે જૈનો માટે તીર્થ સ્થાનની સાથે એક ફેમસ ટૂરિસ્ટ સ્થળ પણ છે. અહીં બાળકોને તો મજા આવશે જ સાથે સાથે મોટેરાઓ માટે પણ અનેક એવી વસ્તુઓ છે જે જોવાની ખુબ જ મજા પડશે.

આરાધના ધામને હાલાર તીર્થ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્થા તરફથી વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. જેમાં વાવાઝોડા, પુર કે અન્ય કુદરતી આફતોમાં ફુડ પેકેટ, ભુખ્યાઓને ભોજન સહિતના કામ કરવામાં આવશે.

Shree Halar Tirth Aradhana Dham
Shree Halar Tirth Aradhana Dham

મંદિરમાં શું શું જોવા જેવું છે

હાલાર તીર્થ તરીકે જાણીતા બનેલા આરાધના ધામમાં મંદિરનું સુંદર આર્કિટેક્ચર, મ્યૂઝિયમ, આરાધના ભવન, આવાસ-વ્યવસ્થા અને ભોજનાલય જોવા જેવા છે. મંદિરમાં મહાવીરની મૂર્તિ સ્થાપિત છે, તો અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા પણ છે. તો નવકારમંત્રથી સુંદર રીતે મઢેલા 60 ફુટ ઉંચા માનસ્તંભજી પણ આકર્ષણનું કેન્દ્ર છે.

કહેવાય છે કે મંદિરમાં આવેલું સંગ્રહાલય જોવામાં તમને બે કલાકનો સમય લાગી જશે એટલી જોવા જેવી વસ્તુઓ છે, જેમાં જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે. તો બાળકો માટે આકર્ષણ જમાવે તેવું સિક્કો નાખી મુર્તિઓ ચાલે તેવું મશીન પણ છે.

Leave a Comment