China Products; શું ચાઇનાના લસણમાં વાયરસ છે ? જામનગર હાપા યાર્ડમાં વેપારીઓએ ચાઇનાના લસણનો બહિષ્કાર કર્યો

Amazing Dwarka: અત્યાર સુધી તો તમે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર વિશે સાંભળ્યું હશે, પરંતુ જામનગરમાં એક એવી ઘટના બની જે જાણીને તમને નવાઇ લાગશે. કારણ કે હવે ખેતપેદાશો પણ ચાઇનાની આવવા લાગી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ વેચાવા માટે આવ્યું હતું પરંતુ વેપારીઓએ એકતા દાખવી આ લસણની ખરીદવા માટે ચોખ્ખી મનાઇ કરી દીધી હતી. કોઇ વેપારીએ લસણની ખરીદી ન કરતાં અંને આ લસણને વાહનમાં ભરીને પાછું લઇ જવાની ફરજ પડી હતી. તો પ્રાથમિક વિગત મુજબ આ લસણ રાજકોટના લોધીકામાંથી લઇ આવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ક્યાંથી આવ્યું હતું ચાઇનાનું સલણ

પ્રાપ્ત વિગત મુજબ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં એક ટેમ્પામાં અંદાજે સવા લાખ રૂપિયાની કિંમતની 50 ગુણી લસણ હરરાજી માટે આવ્યું હતું. યાર્ડના ગેડ પર લોધીકા ગામના ગાંડુભાઈ શ્યામજી ભાઈ પરમાર નામથી રજિસ્ટ્રેશન કરી એન્ટ્રી પાસ ઇશ્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ચાઇનાના લસણને યાર્ડની અંદર ઉતારવામાં આવ્યું. જો કે ચાઇનાના લસણને જોતા જ વેપારીઓ એકત્રિત થઇ ગયા અને સાથે મળીને નક્કી કર્યું કે આ ચાઇનાના લસણની ખરીદી કરવી નહીં. વેપારીઓએ ખરીદી કરવાની મનાઇ કરતાં ચાઇનાનું લસણ ફરી ટેમ્પોમાં ભરી દેવામાં આવ્યું અને યાર્ડમાંથી લઇ જવામાં આવ્યું હતું.

લસણમાં વાયરસ ?

વેપારી એસોશિએશનના પ્રમુખ જીતુભાઇએ જણાવ્યું કે જનહિતમાં ચાઇનાનું લસણ ન ખરીદવાનો નિર્ણય લીધો છે. ચાઇનાનું સલણ શંકાસ્પદ હોવાનું જણાઇ આવ્યું હતું. ચાઇનાનું આ લસણ અફઘાનિક્તાનથી વાયા દુબઇ થઇને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ચાઇનાના લસણના લેબટેસ્ટ કરવામાં આવ્યા નથી, આથી બની શકે કે ચાઇનાના લસણમાં કોઇ વાયરસ પણ હોય શકે છે. અમે સરકારને રજુઆત કરીએ છીએ કે ચાઇનાના લસણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવે.

Leave a Comment