હળાહળ કળયુગ; ભર બપોર 50 વર્ષની મહિલાના કાન કાપી સોનાના વેઢલા લૂંટ કરી લૂંટારા કરાર

દેવભૂમિ દ્વારકામાં ભરબપોરે લૂંટની ઘટનાથી બારે ચકચાર મચીજાવા પામ્યો છે. ગામમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાસે એક મહિલાના કાન હળવા કરીને એક અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો છે. લૂંટની આ ઘટનામાં મહિલાના બંને કાન કપાઇ જતાં તે લોહી લુહાણ થઇ ગઇ હતી. ઘટનાની જાણ જ્યારે મીઠાપુર 108ની ટીમને થઇ તો EMT કેતન બકોત્રા, પાયલટ યોગેશ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

  • દ્વારકાના ભીમરાણા પાસે ભરબજારે લૂંટની ઘટના, મહિલાના બંને કાન કાપી લોહીલુહાણ કરી સોનાના વેઢલા લૂંટીને શખ્સ ફરાર

મહિલાના બંને કાન કાપી લોહીલુહાણ કરી સોનાના વેઢલા લૂંટીને શખ્સ ફરાર

ચકચારી બનાવની પ્રાથમિક વિગત એવી છે કે દ્વારકાના ભીમરાણા ગામમાં બપોરના સમયે પોતાના પતિને ટિફિન આપવા માટે 50 વર્ષિય મહિલા જતી હતી, આ દરમિયાન સેન્ટમેરી સ્કૂલ પાસે આ મહિલા પહોંચી ત્યારે એક અજાણ્યો શખ્સ આડો ઉતર્યો હતો અને મહિલાએ બંને કાનમાં પહેરેલા સોનાના વેઢલા લૂંટવા માટે ઝડપ મારી હતી. બાદમાં મહિલાના બંને કાન કપાઇ ગયા હતા અને મહિલા લોહી લુહાણ થઇ ગઇ હતી. બાદમાં મહિલાના કાન કપાતા લૂંટારુ લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો.

લૂંટની ઘટનામાં ભોગ બનેલી મહિલાએ પડકાર કર્યો પરંતુ લૂંટારુ નાસી છૂટ્યો હતો. બાદમાં 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જેમાં મીઠાપુર 108ના EMT કેતન બકોત્રા, પાયલટ યોગેશ ગઢવી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા મહિલાને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી હતી અને બાદમાં વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસ દ્વારા પણ લૂંટની આ ઘટના અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment