Amazing Dwarka: તમે માર્ગ અકસ્માતના સમાચાર તો વાંચતા જ હશો, પરંતુ ક્યારેય સાંભળ્યું કે દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હોય ? મધદરિયે ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે. ઓખાના મધ દરિયે ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી.. મળતી માહિતી મુજબ 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિ લાપતા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છએ.
મળતી માહિતી મુજબ ઓખાના મધદરિયામાં માછીમારી કરવા ગયેલા બેટ દ્વારકાની બોટ અને કાર્ગો શિપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જો કે કોઈ મોટી જાનહાની થઈ નથી પણ 7 લોકોનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યાં છે. ઘાયલ તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માતની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાથી રેસ્ક્યુ ટીમ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 2 વ્યક્તિને ઈજા થઈ હોવાથી તાત્કાલિક 108ની ટીમને જાણ કરાવમાં આવી હતી. જેથી 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને બંને ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.