Amazing Dwarka: જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યા વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. આજે વિશ્વ ભાષા દિવસ છે. દર વર્ષે 24મી ઓગસ્ટના કવિ નર્મદના જન્મ દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.. જો ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી એક એવી ભાષા છે કે જે ભારતમાં સૌથી બોલાતી ભાષામાં 6ઠ્ઠા નંબર પર આવે છે.
ગુજરાતી ભાષા ભારતમાં કુલ વસ્તીના 4.5 ટકા લોકો બોલે છે. આ ભાષા 700 વર્ષ જુની ભાષા છે. 6 કરોડ લોકો દ્વારા આ ગુજરાતી ભાષા બોલાય છે. જે આજે વિશ્વ ફલક પર છે. જો આપણી ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષા માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ ગુજરાતી ભાષા બોલાઈ છે.
ત્યારે આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણો ગુજરાતી ભાષાનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે તેનો વિકાસ થયો છે.
ભારતના બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે. જો ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો વર્ષ 1932માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’થી લઈને ઓસ્કારમાં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘છેલ્લો શૉ’ હોય. ગુજરાતી ભાષાએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાળ્યો છે. ગુજરાતનાં 4 મોટા શહેરોને બાદ કરતાં સૌથી વધુ ગુજરાતી ભાષા મુંબઇમાં બોલાય છે. ગુજરાત પછી સૌથી વધુ ગુજરાતી મહારાષ્ટ્રમાં બોલાય છે. એટલે આપણે આપણી ગુજરાતી ભાષા પર ગર્વ હોવો જોઈએ. કારણ કે ગુજરાતી ભાષાએ વિશ્વ ફલક પર ડંકો વગાળ્યો છે.