ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી; વાંચો ક્યારે પડશે વરસાદ ? શું છે આ આગાહી ?

અંબાલાલ પટેલની આગાહી; અરબી સમુદ્રમાં પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એવી અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે વરસાદ મોડો મોડો પણ આવશે ખરો. અત્યારે વાતાવરણની વાત કરી તો ચોમાસાની ઋતુમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે.. અત્યારે સિસ્ટમ તો બની રહી છે પણ ગુજરાત સુધી પહોંચતી નથી. જેના કારણે વરસાદ આવવામાં વિલંબ થઈ રહ્યો છે.

વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂતો

સતત એક મહિના વરસાદ પડ્યા બાદ એક મહિનો વરસાદે વિરામ લીધો છે. જો કે જુલાઈના વરસાદે ઓગસ્ટમાં ખેડૂતોને ટેકો કર્યો છે. કારણ કે કુવા અને નદી-નાળા છલકાઈ ગયા હોવાથી. ખેડૂતોને પિત માટેનું પાણી થઈ ગયું છે.. પણ જો હવે વરસાદ પડે તો ખેડૂતો થોડો રાહતનો શ્વાસ લઈ શકે.

અંબાલાલ પટેલની આગાહી શું છે ?

વરસાદની સિસ્ટમને લઈને અંબાલાલ પટેલનું માનવું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હવે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. મોડો પણ વરસાદ આવશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે.. જેથી ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આવશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ ક્યારે પડશે ?

અત્યારે બંગાળના ઉપસાગર પર એક મોટી અને સારી સિસ્ટમ બની રહી છે. 4થી 10 સપ્ટેમ્બર સુધીમાં મજબૂત એવી સિસ્ટમ સક્રીય બનશે.. જેની અસર ઓડિશા, ઝારખંડ અને પૂર્વ ભારતના વિસ્તારમાં થશે.. આ સિસ્ટમના હિસાબે ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ છે.

Amazing Dwarkaના WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ જુઓ !

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

Leave a Comment