આવડ માતાજી, નાગેશ્વર : દેવભૂમિ દ્વારકામાં એટલે ભગવાન દ્વારકાધીશની પાવન ધરતી. ચાર ધામ પૈકી એક છે દેવભૂમિ દ્વારકા, તો 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ પણ દ્વારકામાં નાગેશ્વરમાં આવેલું છે. દ્વારકાની ધરતી એટલે પાવન ધરતી. ભગવાને જાતે જ આ ધરતી પર વસવાટ કરવાનું નક્કી કર્યું છે. ભગવાન કૃષ્ણ અને મહાદેવનો તો અહીં વાસ છે જ સાથે અહીં માતાજી પણ હાજરાહજુર છે.
આવું જ એક પૌરાણિક આવડ માતાજીનું મંદિર નાગેશ્વરમાં આવેલું છે. નાગેશ્વરધામની બાજુમાં જ આવડ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરના પરચા વિશે સ્થાનિક લોકો ખુબ જ પરિચિત છે અને તેઓનું કહેવું છે કે અહીં માતાજી હાજરાહજુર છે અને દર શ્રાવણ મહિનામાં માતાજી અહીં સર્પ સ્વરૂપે અવશ્ય દર્શન આપે છે. આ વખતે પણ ગુરુવારે માતાજીએ અહીં દર્શન આપ્યા હતા.
દર શ્રાવણ મહિનામાં આવડ માતાજી આપે છે દર્શન
નાગેશ્વરમાં જ રહેતા કમલેશભાઇ માણેકે જણાવ્યું કે નાગેશ્વર ધામની બાજુંમાં જ આવડ માતાજીનું મંદિર આવેલું છે. જ્યારે નાગશ્વર મંદિરમાં માત્ર શિવલિંગ જ હતું ત્યારે પણ આવડ માતાજીનું મંદિર અસ્તિત્વમાં હતું. એટલે કે મહાભારતકાળથી આ મંદિર અહીં હયાત છે. મંદિરના પુજારીનું કહેવું છે કે અમે ત્રણ પેઢીથી માતાજીની સેવા કરીએ છીએ. દર શ્રાવણ મહિનામાં માતાજી અહીં સાપ સ્વરૂપે દર્શન આપે છે. ભક્તો પણ દૂરદૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. જે લોકો આ મંદિરમાં બિરાજમાન આવડ માતાજીમાં વિશ્વાસ રાખે છે તેઓ માતાજીના પરચાથી પરિચિત છે.
મંદિરની બાજુમાં રાફડામાં સાક્ષાત આવડ માતાજી બિરાજમાન
નાગેશ્વરમાં આવેલા આવડ માતાજીના મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. હાલના પુજારીએ જણાવ્યું કે અમારા પિતા જ્યારે આ મંદિરના પુજારી હતા ત્યારે સૌપ્રથમ એક નાગણી નીકળી હતી. ત્યારે એ દર બૂરી દેવામાં આવ્યો હતો. જો કે એજ દરમાંથી એક સાથે સાત સાપ નીકળ્યા હતા. આથી તેઓને વિશ્વાસ થયો કે અહીં માતાજી હાજરાહજુર છે. ત્યારબાદથી અહીં રાફડો બનાવવામાં આવ્યો છે અને લોકો આ રાફડાની પુજા કરે છે.
નાગેશ્વર જ્યોતિલિંગ પર વિશેષ Documentary
Source : https://youtu.be/gra7sjubqaA?si=TPucwmwYeV5tvmrS
Watch More Video : https://www.youtube.com/channel/UCy7B9CRgX4t7nka1jyEfbCQ
આ પણ જુઓ !
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |