જામનગરમાં ખેતરમાં નીકળ્યો એનાકોન્ડા જેટલો ખતરનાક અજગર, જાણો પછી શું થયું

Amazing Dwarka: જામનગરના કૃષ્ણગઢના સર્પવિદોએ એક લાંબા અજગરનું રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી લોકોને ભય દુર કર્યો છે. ખેતરમાં અચાનક અજગર ચડી આવતા પહેલા તો આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો પણ ખેડૂતે તાત્કાલિક એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતા તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

10 ફુટ લાંબો અજગર જોવા મળ્યો

મળતી માહિતી મુજબ જામનગરનાકૃષ્ણગઢ ગામે એક વાડીમાં મોરનો શિકાર કરતો અજગર વાડી માલિકના ધ્યાને ચડ્યો હતો. જેથી તેને સૌથી પહેલા એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોને જાણ કરી હતી અને આ સાથે જ તેમને વન વિભાગને પણ જાણ કરી હતી. આ દરમિયાન આસપાસના લોકો પણ આ અજગરને જોવા માટે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ એનિમલ લવર્ગ ગ્રુપના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતા. જ્યાં જોતા 10 ફુટ લાંબો અજગર જોવા મળ્યો હતો.

વનવિભાગની ટીમ અને ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને ટીમે દસ ફૂટના અજગરને સિફત પૂર્વક રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કર્યો હતો. એક બાજુ અજગરની જાતિ લુપ્ત થવાનાં આરે છે. ત્યારે બીજી બાજું અજગરથી ખેડૂતો અને માલધારીઓમાં પણ ફફડાટ હોય ત્યારે ભાણવડના પ્રકૃતિ પ્રેમીઓનું અજગર રેસ્ક્યુ ઓપરેશન કરી વનમાં છોડવાનું પગલું લોકોમાં ભારે આવકારદાયક રહ્યું હતું . લોકો આ ટીમની સરાહના પણ કરી રહ્યાં છે.

Leave a Comment