Amazing dwarka: BCCIએ એશિયા કપ માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ત્યારે આ ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઈન્ટીયાની ટીમમાં રોહિત શર્મા, શ્રેયાંસ અય્યર, શુભમન ગીલ, કે.એલ. રાહુલ, સુર્યકુમાર, વિરાટ, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દયે કે વિકેટ કીપર કે.એલ.રાહુલ અને શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે.. જ્યારે સ્પિનર યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નથી. નંબર-4ની સૌથી ચર્ચિત પોઝિશન પર શ્રેયસની સાથે બેટર સૂર્યકુમાર યાદવ અને 20 વર્ષીય તિલક વર્માની પણ પસંદગી ઉતારવામાં આવી છે.
BCCIએ એશિયા કપ માટે સોમવારે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે.. આ ટીમમાં સંજુ સેમસન રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે ટ્રાવેલ કરશે. BCCIએ આ માહિતી એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી.. આ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર રહ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર 30 ઓગસ્ટથી શ્રીલંકા અને પાકિસ્તાન એશિયા કપ રમશે.. જ્યારે ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.. આ ટૂર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.
ગયા વર્ષે યોજાયેલા એશિયા કપની વાત કરીએ તો ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. ટીમ ગ્રુપ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ આ વખતે પોતાનું પ્રદર્શન સુધારવા માંગશે અને આ વખતે એશિયા કપ જીતવા માટે તનતોડ મહેનત કરશે.