Amazing Dwarka: આજે અધિક માસ એટલે પુરૂષોતમ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતી કાલથી પવિત્ર માસ શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ત્યારે આજે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે ગોપીઓ ગોમતી સ્નાન કરીને ધન્યતા અનુભવી રહી છે. આજે મોટી સંખ્યામાં જનમેદતની દ્વારકામાં ઉમટી પડી છે.
આજે અધિક માસનો છેલ્લો દિવસ હોવાથી દ્વારકાની ગોપીઓ અને સૌરાષ્ટ્રની ગોપીઓ દ્વારકા પહોંચી છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણના દર્શન અને ગોમતી સ્નાન કરીને ધન્યતા અનુભવી રહી છે. આજે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દ્વારકામાં ઉમટી પડ્યું છે. ગોપીઓ પણ આજે કૃષ્ણ ભક્તિમા લીન થઈ છે.
આજે અધિક માસના અંતિમ દિવસે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરી રહી છે. અને કૃષ્ણ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી રહી છે. આ આખો મહિનો ગોપીઓએ ભગવાન પુરૂષોતમ અને કાંઠા ગોરમાની પૂજા કરી હતી.. ત્યારે આજે હવે કાંઠા ગોરમાનું મહિલાઓ વિસર્જન કરશે અને ફરી જલ્દી ઘરે પધારવા માટે આમંત્રણ આપી રહી છે.
આ દિવસે શું કરવામાં આવે છે
આજે અધિકામાસનો અમાવાસ્યા દિવસ છે. આ દિવસે પિતૃઓનું ધૂપ-ધ્યાન કરવું જોઈએ. કોઈ પવિત્ર સ્થાન પર સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી નદીના કિનારે જરૂરિયાતમંદ લોકોને ફળ અને ખાદ્ય સામગ્રીનું દાન કરવું જોઈએ. ગૌશાળામાં લીલા ઘાસ અને ગાયોની સંભાળ માટે પૈસા દાન કરવા જોઈએ.