Ayodhya Ram Mandir History : અયોધ્યા રામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ, રામ મંદિરના સંઘર્ષની ગાથા

Ayodhya Ram Mandir: હિન્દુ ધર્મમાં 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાવવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે કેટલાય વર્ષોના સંઘર્ષો પછી રામલલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે. Shri Ram ના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. ત્યારે આ મંદિર બનવા પાછળ ઘણા સંઘર્ષો ઘણાં વિવાદો અને ઘણા કોમી રમખાણો પણ થયા હતા ત્યારે આ મંદિર પાછળના ઇતિહાસ અને સંઘર્ષોથી લઈને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણની સંપૂર્ણ કહાની વિસ્તૃતમાં સમજીએ.

Ayodhya Ram Mandir History

કહેવાય છે કે અયોધ્યામાં પ્રભુ Shri Ram નું મંદિર તેમના પુત્ર કુશે બનાવ્યું હતું. માત્ર અયોધ્યામાં જ Shri Ram ના 3000 કરતા પણ વધારે મંદિરો હતા ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં આ મંદિરોની હાલત ખરાબ થવા લાગી આ જોઈને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને આ મંદિરોનું ફરી નિર્માણ કરાવ્યું સેકડો વર્ષો સુધી આ મંદિર ત્યાં બન્યા રહ્યા.

રામ મંદિરના સંઘર્ષની ગાથા

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક 500 વર્ષના સંઘર્ષથી ચાલી આવતા એવા અયોધ્યા Ram Mandir ના વિવાદ પાછળ કેવા કેવા કોમી રમખાણો થયા કેવા બનાવો બન્યા અને કેટલા લોકોએ આ સંઘર્ષમાં પોતાનું બલિદાન આપ્યું આ સંપૂર્ણ વિવાદ અને સંઘર્ષની શૌર્યગાથાને આપણે સમય રેખાની સાથે સમજ્યે

  • 21 એપ્રિલ 1526- બાબર અને ઈબ્રાહમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે
  • ઇસ 1528- બાબરની સેનાએ અયોધ્યા પર કબજો કર્યો
  • ઇસ 1528-રામ મંદિરને તોડીને બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવાય
  • ઇસ 1853- પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો થયા.

ઈસ 1859- આ વિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલીંગ લગાવી દીધી. સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિંદુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી.

ઇસ 1949- વિવાદિત સ્થળ ઉપર ભગવાન Ram ની મૂર્તિઓ મળી આવી. તેથી વિવાદ વધતા હિંદુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા. સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા.

ઇસ 1986 – હિંદુઓએ પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો. મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી.

ઈસ 1989 – વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળ ઉપર Ram Mandir નો પાયો નાખ્યો. મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું.

06 ડિસેમ્બર 1992 – હજારોની ભીડે ભેગા થઇને બાબરી મસ્જિદનો ગુંબજ તોડી નાખ્યો. ત્યાર બાદ આખા દેશમાં હિંદુ મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા.

ફેબ્રુઆરી 2002 – વિશ્વ હિંદુ પરિષદે 15 માર્ચે Ram Mandir બનાવવાની ઘોષણા કરી. ત્યાર બાદ હજારો હિંદુઓ અયોધ્યામાં ભેગા થઇ ગયા.

13 માર્ચ 2002 – સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ઉપર જૈસે થેનો આદેશ આપ્યો. આ સાથે જ સ્પષ્ટતા કરી કે કોઈ પણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિ શીલા પૂજનની પરવાનગી નહિ આપવામાં આવે.

એપ્રિલ 2003 – પુરાતત્વ ખાતા વડે હાઈકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરુ કરવામાં આવ્યું. પુરાત્વ સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સ્થળે ખોદકામ કરતા મંદિરને લાગતા વળગતા 184 અવશેષો મળી આવ્યા. આ અહેવાલથી હિંદુ પક્ષે બમણા જોરથી પોતાનો દાવો કર્યો.

જુલાઈ 2005 – પાંચ આતંકીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો. આ હુમલામાં પાંચેય આતંકી સહિત 6 લોકોના મોત થયા.

24 સપ્ટેમ્બર 2010 – હાઇકોર્ટે 3 જજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો 1/3 હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિંદુ પક્ષોને મંદિર બનાવવા માટે આપવામાં આવે ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા.

09 મે 2011 – સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સ્થળને 3 ભાગમાં વહેંચવાના નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમમાં કેસની સુનાવણી શરુ થઇ.

જાન્યુઆરી 2019 – અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું. તેમાં જસ્ટિસ D Y ચંદ્રચુડ, જસ્ટિસ લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ N V રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો.

26 ફેબ્રુઆરી 2019 – સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જો સમાધાનની એક ટકા પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ.

06 માર્ચ 2019 – મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો પરંતુ હિંદુ મહાસભા અને રામલલ્લા પક્ષ અસહમત રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહિ સ્વીકારે.

02 ઓગસ્ટ 2019 – સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાનથી આ કેસ નહિ ઉકેલાય. 6 ઓગસ્ટ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી.

06 ઓગસ્ટ 2019 – અયોધ્યા કેસની દરરોજ સુનાવણી શરુ થઇ.

9 નવેમ્બર 2019 – આ દિવસ હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગેલો હતો જેના લીધે અયોધ્યામાં 500 વર્ષથી કોમી રમખાણો ચાલતા હતા જે સંઘર્ષ માટે કેટલાય લોકોએ પોતાનો જીવનો બલિદાન આપ્યો હતો તે વિવાદનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યું અને વિવાદીત જમીન પર પ્રભુ શ્રી રામ વિરાજમાન હતાં એવું સ્વીકારવામાં આવ્યું છે. જમીન રામ લલ્લાને સોંપાઈ તેમજ મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ મસ્જિદ માટે 5 એકર જમીન આપવામાં આવશે એવુ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યું. આખરે 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો અને હિન્દુઓના પક્ષમા ખુશીઓની બોછાર આવી 5 ફેબ્રુઆરી 2020ના રોજ ટ્રસ્ટનું નિર્માણ થાય છે અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય શુરૂ થયું.

આ મંદિરનુ નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું છે ?

રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનશે આ મંદિર અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરે છે.

આ મંદિર કુલ 70 એકરમાં નિર્માણ પામેલું છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર જમીન પર બનાવવામાં આવેલ છે.
રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે.

રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી રામ મંદિરની મુખ્ય ઇમારત 235 ફૂટ પહોળી, 360 ફૂટ લાંબી અને 161 ફૂટ ઊંચી નાગર શૈલીમાં બનાવેલ છે જે હજારો વર્ષો સુધી ચાલશે.

આ સમગ્ર મંદિરના નિર્માણ દરમિયાન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જમીન પર ક્યાય ક્રોન્કિટ નથી. રામલલાના મંદિરની નીચે 14 મીટર મોટી રોલર કોમ્પેક્ટ ક્રોન્કિટ (RCC) નાખવામાં આવી છે.

જેને કૃત્રિમ પથ્થરનું રૂપ આપવામાં આવ્યું છે. રામલલાનાં મંદિરને જમીનના ભેજથી રક્ષણ આપવા 21 ફૂટ ઊંચી પ્લિન્થ ગ્રેનાઈટ બનાવવામાં આવી છે. મંદિર પરિસરમાં સ્વતંત્રરૂપથી સીવર ટ્રીટમેન્ટ પ્લાંટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાંટ, આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા અને સ્વતંત્ર પાવર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેથી બહારના સંસાધનો પર ઓછુ નિર્ભર રહેવું પડે.
ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનેલા મંદિરમાં 2100 કિલો વજનની 6 ફૂટ ઉંચી અને 5 ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામા આવી છે
મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે, જે ઘણી સદીઓથી કોઈપણ રીતે બગડતું નથી અને તેને ઉધઈની અસર પણ થતી નથી.

શ્રી રામના મંદિરની રૂપરેખા

આ મંદિરની રૂપરેખા અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે , જેઓ દ્વારા 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવે છે.


રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે. એક ભગવાન શ્રી રામની મૂર્તિ, જે 1949ના કેસના નિર્ણય પહેલા મંદિરમાં રાખવામાં આવી હતી અને બીજી નવી મૂર્તિ બનાવવામાં આવી છે તે રાખવામાં આવશે.
આ મંદિરની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામ નવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સીધું રામલલાની મૂર્તિ પર પડશે.


2.7 એકરમાં બનેલા મુખ્ય મંદિરની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફુટ છે. આ મંદિર 3 માળનું છે દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે મંદિરના ભોંયતળિયે 160 સ્તંભો, પેલા માળે 132 સ્તંભો અને બીજા માળે 74 સ્તંભો આવેલા છે સાથે આ મંદિરમાં મંડપની સંખ્યા 5 છે.


આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રભુરામના જીવન સાથે જોડાયેલા પાત્રોના પણ મંદિર બનશે, જે મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપતી દેવી અહલ્યામને સમર્પિત હશે. દક્ષિણ પશ્ચિમી ભાગમાં નવરત કુબેર ટીલા પર ભગવન શિવનું પ્રાચીન મંદિર હયાત છે, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.


25 હજાર ક્ષમતાવાળું એક દર્શનાર્થી સુવિધા કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં દર્શનાર્થીઓને સામાન મુકી શકશે તથા તે લોક૨ અને પ્રાથમિક સારવારની સુવિધાથી સજ્જ હશે.


રામલલાના મંદિરનું નિર્માણ સંપૂર્ણરીતે ભારતીય શૈલી પ્રમાણે સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. મંદિર નિર્માણમાં પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. મંદિર પરીસરના કુલ 70 એકડ વિસ્તારમાં 70% જેટલો ભાગ હંમેશા હરિયાળીથી ભરપૂર હશે. આ ઉપરાંત અનેક વિશેષતાઓથી ભગવાન શ્રીરામ નું મંદિર બનેલું છે.

રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે?

કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે.
મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે.

ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારીઓ

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત, રામ મંદિર કાર્યક્રમનું સંપૂર્ણ રૂપરેખા શું હશે ચાલો વધારે જાણીએ

15 જાન્યુઆરી 2024 – આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ -ધનુર્માસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

16 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 – આ દિવસથી રામલલાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે.
18 જાન્યુઆરી 2024 – આ દિવસથી જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 – રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 – રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે. વાસ્તુ શાંતિ વિધિ થશે.
21 જાન્યુઆરી 2024 – આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરાવાશે.
અને હિન્દુ ધર્મ અને સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બનશે તે દિવસે એટલે 22 જાન્યુઆરી 2024. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા કરવામાં આવશે તથા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નું અભિષેક કરવામાં આવશે.

ગુજરાતમાંથી રામ લલ્લા માટે કઈ ભેટ મોકલવામાં આવી છે ?

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યા ઉપરાંત દેશભરમાંથી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશના ખુણે ખુણેથી ખાસ ચીજવસ્તુઓ ભગવાન રામના ચરણોમાં ધરવા માટે તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી પણ રામ મંદિર માટે 5 ખાસ ભેટ તૈયાર કરીને મોકલવામાં આવી છે.આ 5 ભેટ કઈ છે તેના વિશે જાણીએ.

રામ મંદિરની શોભા વધારશે ગુજરાતનો 5500 કિલોનો ધ્વજદંડ

રામ મંદિરના શિખર લહેરાનાર મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો છે. આ મુખ્ય ધ્વજદંડો 44 ફૂટ જેટલો ઉંચો છે.
અયોધ્યાના રામ મંદિરના શિખર પર ગુજરાતના અમદાવાદમાં બનેલા ધ્વજ દંડ મંદિરની શોભા વધારશે. રામ મંદિર માટે પિત્તળના 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રામ મંદિરના મુખ્ય ધ્વજદંડનું નિર્માણ અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીએ કર્યું છે. રામ મંદિરનો મુખ્ય ધ્વજદંડ 44 ફુટ ઉંચો છે અને તેનું વજન 5500 કિલો છે.

રામ મંદિર પર લહેરાશે દ્વારકાધીશ મંદિરની ધજા 13 ગજની ધજા

અયોધ્યાના રામ મંદિર પર પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની ધજા લહેરાશે. રામ મંદિર માટે ખાસ 13 ગજની ધજા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના મીઠાપુરના યોગેશભાઈ ફલડિયાના પરિવાર દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રશાસન તરફથી પરવાનગી મળતા દ્વારકાધીશ મંદિરના પૂજારી દ્વારા રામ મંદિરની ધજાની પૂજા કરીને આ ધજાને અયોધ્યા મોકલવામાં આવી છે. રામ મંદિરની આ 13 ગજની ધજામાં 13 અક્ષરમાં શ્રી રામ જય રામ જય જય રામ નામ લખેલું છે.

રામ મંદિરમાં ગુંજશે અમદાવાદના 450 કિલોના નગારાની નોબત

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોને અમદાવાદના 450 કિલોના નગારાની નોબત સાંભળવા મળશે. અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા રામ મંદિર માટે 700 કિલો પાવર સ્ટીયરિંગ રથ સાથે 350 કિલોનું વિશાળ નગારા બનાવવામાં આવ્યા છે. લગભગ 15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ આ વિશાળ નગારા રામ મંદિરના સિંહદ્વાર પર મુકવામાં આવશે.


રામ મંદિર માટે આ 56 ઇંચના નગારા લોખંડની 6 એમએમની પ્લેટમાંથી બનાવવામાં આવ્યો છે. આ નગારા ખુબ જ મજબૂત છે અને તેના ઉપર ગમે તેટલી વખત ચામડું બદલાય તો પણ તેના આકારને કોઇ નુકસાન થશે નહીં. આ નગારા ઉપર ખાસ કારીગરો દ્વારા નકશીકામ કરાવવામાં આવ્યું છે અને તેના પર સોના અને ચાંદીનો ગીલેટ કરાયો છે.

રામ મંદિરમાં પ્રગટાવાશે વડોદરાનો 1100 કિલોનો દીપક

અયોધ્યા રામ મંદિર માટે વડોદરાના રામભક્ત ખેડૂત અરવિંદ પટેલે 1100 કિલોનો દીપક બનાવ્યો છે. વડોદરાના મકરપુરામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસ સતત 24 કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવ્યો છે. 1100 કિલોના આ દીપક 9 ફુટ ઉંચો અને આઠ ફુટ પહોંળો છે અને તેમાં 15 કિલોની રૂની દિવેટ પ્રગટાવવા ચાર ફુટની મશાલ તૈયાર કરવામાં આવી છે. દિવેટ સુધી પહોંચવા માટે અલગથી આઠ ફુટની સીડી પણ બનાવવામાં આવી છે. આ વિશાળ દીપકમાં 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે. આ દીપકને પ્રગટાવવામાં આવે તો તે બે મહિના કરતા વધારે સમય સુધી પ્રજ્વલીત રહેશે.

રામ મંદિરમાં વડોદરાની 3500 કિલોની અગરબત્તીથી મહેકશે

અયોધ્યા રામ મંદિર માટે વડોદરામાં પંચદ્રવ્યોમાંથી 108 ફૂટની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. વડોદરાના ગોપાલક સમાજ અને રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી છે. 3.5 ફૂટ પહોંળી આ અગરબત્તીનું કુલ વજન 3500 કિગ્રા છે.

વડોદરાના રહેવાસી વિહાભાઈ ભરવાડે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી છે.

આ અગરબત્તી બનાવવા 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 376કિલો શુદ્ધ ગુગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાની છીણ, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડોદરાની આ વિશાળ અગરબત્તી રામ મંદિરમાં 45 દિવસ સુધી સુંગધ પ્રસાવરશે.

અયોધ્યામાં બનશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

રામ ભક્તોની ખુશીમાં બમણો વધારો ત્યારે થયો જ્યારે ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારા જણાવામાં આવ્યું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે આ પ્રતિમા સરયું નદીના કાંઠે નિર્માણ પામશે તથા તેની ઊંચાઈ 823 ફુટ હશે.

શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે કઈ કઈ હસ્તીઓ ઊપસ્થિત રહેશે ?

શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ અને વિદેશમાં ઉત્સાહ છે ત્યારે ઘણી નામ ચિહ્ન હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે.

દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા આ દિવસે ઉપવાસ પણ રાખશે સાથે ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હજારો લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ માટે 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે સાથે 4000 સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રજનીકાંત, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાની, માધુરી દીક્ષિત, અક્ષય કુમાર, ફેમસ નિર્માતા મહાવીર જૈન, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને રિષભ શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સાથે જ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીયાને પણ આમંત્રિત કરાયા છે.

લોકોમાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહ્યો છે ત્યારે રામ ભક્તો અને દેશ જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણ ની રાહ જોઈ રહ્યો છે બધા લોકોમાં હરખ છે તો માત્ર 22 જાન્યુઆરી 2024નો જ્યારે હિન્દુ ધર્મના સંઘર્ષનો વિજય થશે અને રામ લલ્લાં ફરી એક વાર અયોધ્યામાં વિરાજમાન થશે

જય શ્રી રામ

Leave a Comment