ચારણ કુળને તારવા અવતરી હમીર ચારણ ઘેરતોડયા અંધશ્રદ્ધાના વહેમો તોડયા અંતરમનના વેર

ભગવતી માં સોનલ જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન જૂનાગઢના મઢડા ખાતે તારીખ 11 12 અને 13 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે અઢારે વરણમાં સોનલ જન્મ શતાબ્દી મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવામાં જામ ખંભાળિયા ખાતે પણ તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ માં સોનલના શતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંતર્ગત વિવિધ કાર્યક્રમો , શોભાયાત્રા,લોકડાયરા, પરંપરાગત ચારણી રમત, ધર્મસભા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે જેની તાડમાર તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે તો ચાલો આ ભવ્ય આયોજન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ


ખંભાળિયામાં પણ માં સોનલની જન્મશતાબ્દી મહોત્સવ નું આયોજન કરવા પાછળ શું કારણ છે ?

માં સોનલના જન્મને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ચારણ સમાજ દ્વારા મઢડા ખાતે ભવ્ય સોનલ જન્મશતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. મઢડા બાદ સૌથી લોકપ્રિય Sonal Bij ખંભાળિયાની છે જૂનાગઢના મઢડા ખાતે માં સોનલના ભાવિકો કોઈ કારણોસર ન પોહચી શકે તેવા સંજોગોમાં ભક્તોની લાગણીના દુભાય તે હેતુથી પૂજ્ય ગિરીશ આપા અને ચારણ સમાજના આગેવાનો પાસેથી મંજૂરી મેળવીને સોનાલધામ જામ ખંભાળિયાના આયોજકોએ મઢડાથી એક દિવસ પેહલા એટલે કે તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ ખંભાળિયા ખાતે સોનલબીજનું આયોજન કરવાનું નક્કી કર્યું છે

સોનલ જન્મશતાબ્દી મહોત્સવ જામ ખંભાળીયાની રૂપરેખા

તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ સવારે 7 વાગ્યે જોધપુર ગેટ પાસેથી સામૈયા તેમજ શોભાયાત્રા નીકળશે જે 11 વાગે માં સોનલના મંદિરે પોહચશે ત્યાર બાદ સોનલ મંદિર જામ ખંભાળિયા ખાતે આરતી અને હવન પણ કરવામાં આવશે તથા બપોરે મહા પ્રસાદીનું પણ આયોજન કરેલ છે આ ઉપરાંત કાર્યક્રમમાં પરંપરાગત ચારણી રમત,ધર્મસભા, પ્રવચન, અને સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે.

સોનલબીજ જામ ખંભાળિયાની પૂર્વ તૈયારીઓ

કેટલાય મહિનાઓથી ચારણ સમાજના આગેવાનો દ્વારા સોનલ જન્મશતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલું કરી દેવામાં આવી હતી માં સોનલના જન્મનો શતાબ્દી વર્ષ હોવાથી મઢડાની સાથે ખંભાળિયામાં પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ ની તૈયારીઓ ચારણ સમાજ દ્રારા જૉરો શોરો થી ચાલી રહી છે ચારણ સમાજના યુવાનો ઘરે ઘરે જઈને માં સોનલનો સંદેશ પોહચાડે છે વિવિધ સમિતિઓ રચવામાં આવી છે જેના ભાગરૂપે લોકોને જવાબદારીઓ પણ સોંપાઈ ગઈ છે

માં સોનલના જન્મોત્સવને લઈને ચારણ સમાજમાં જ નહિ પરંતુ અઢારે વરણમાં હર્ષ અને ઉત્સાહ ની લાગણી જોવા મળી રહી છે ત્યારે બધા લોકોને રાહ છે તો માત્ર માં સોનલના જન્મશતાબ્દી મહોત્સવની.

Leave a Comment