Car Number Plate Auction: આજના આધુનિક યુગમાં લોકો આનંદ મેળવવા માટે અને પોતાની જાહોજલાલી બતાવા માટે અનેક પેત્રાઓ કરતા હોય છે. ત્યારે ગાડીમાં VIP નંબર પ્લેટ લગાડવાનો પણ એક ક્રેઝ બન્યો છે. તેવામાં ગુજરાતના રંગીલા રાજકોટમાં કારના 9 વીઆઇપી નંબર પ્લેટ માટે ઓકશન યોજાઈ હતી. જેમાં અધધધ 1 કરોડની બોલી માત્ર એક નંબર પ્લેટ માટે લગાડવામા આવી જે ગુજરાતની કોઈ કારના નંબર પ્લેટ માટે લાગાડવામા આવેલ સૌથી વધારે બોલી હતી. ત્યારે કઈ નંબર પ્લેટ પર સૌથી વધારે બોલી લાગી ? 9 નંબર પ્લેટ કઈ કઈ હતી તથા આ નંબર પ્લેટથી RTO કચેરીને કેટલો ફાયદો થયો ચાલો સંપૂર્ણ વિગત સવિસ્તારથી સમજીયે.
કઈ નંબર પ્લેટ પર સૌથી વધારે બોલી લાગી તથા કોણે અને કેટલી લગાવી ?
GJ 03 NK 0009 નંબરની નંબર પ્લેટ પર 1 કરોડ 1 લાખ 24 હજારની બોલી લગાવી કથીરી ખાલિદબિન મેસનભાઈએ આ નંબર પ્લેટને પોતાના નામે કરી હતી. તે સાથે આ બોલી ગુજરાતમાં કોઈ કારની નંબર પ્લેટ પર લાગેલ સૌથી વધારે બોલી બની છે.
કઈ નંબર પ્લેટ પર કોણે અને કેટલી બોલી લગાવી ?
- 1 કરોડ 1 લાખ 24 હજારની બોલી લગાવી કથીરી ખાલિદબિન મેસનભાઈએ GJ 03 NK 0009 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 11 લાખ 52 હજારની બોલી લગાવી જાડેજા પુષ્પરાજસિંહ પ્રદ્યુમનસિંહે GJ 03 NK 0001 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 8 લાખ 10 હજારની બોલી લગાવી યશપાલસિંહ જાડેજાએ GJ 03 NK 0007 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 5 લાખ 23 હજારની બોલી લગાવી વર્ષાબેનએ GJ 03 NK 1111 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 2 લાખ 21 હજારની બોલી લગાવી ભરત કાંતિલાલ દુદકિયાએ GJ 03 NK 0111 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી
- 1 લાખ 51 હજારની બોલી લગાવી જાડેજા પ્રહલાદસિંહએ GJ 03 NK 0777 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 1 લાખ 27 હજારની બોલી લગાવી ધરતી દેવાંગ નથવાણીએ GJ 03 NK 0222 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 1 લાખ 18 હજારની બોલી લગાવી રાયચુરા અલ્પાબેને GJ 03 NK 9999 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 1 લાખ 16 હજારની બોલી લગાવી યાતાયાત સંગમે GJ 03 NK 0303 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
- 1 લાખ 7 હજારની બોલી લગાવી સુખદીપ સિંહ ચોહાણ એ GJ 03 NK 0008 નંબરની નંબર પ્લેટને પોતાના નામે કરી.
આ ઓક્શનથી રાજકોટ RTO કચેરીને કેટલો ફાયદો થયો?
આ ઓક્શનથી રાજકોટ RTO કચેરી ખૂબ માલામાલ થઈ ગઈ છે જેમાં RTO કચેરીને રૂપિયા 1 કરોડ 34 લાખ 49 હજારનો ફાયદો થયો.
રૂપિયા 1 કરોડ 1 લાખ 24 હજારની બોલી સાથે GJ 03 NK 0009 કારની નંબર પ્લેટ એ ગુજરાતની સૌથી મોંઘી નંબર પ્લેટ બની.આમ લોકો પોતાની ગાડીઓમાં અધધધ રૂપિયા ખર્ચીને VIP નંબર પ્લેટ રાખતા હોય છે જેથી તેમને આનંદ પ્રાપ્ત થતો હોય છે તથા તેનાથી તેઓ પોતાના રુતબા અને જાહોજલાલીનો પરિચય કરાવતા હોય છે