Ayodhya Ram Mandir Live Updates: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ અપડેટ, પળેપળની લાઈવ અપડેટ જોતા રહો

Ayodhya Ram Mandir Live Updates: જેની રામભકતો 550 વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લાની ઐતિહાસીક પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તથા આ કાર્યક્રમમાં ઊપસ્થિત રહેવા અનેક સંતો મહંતો અને નામ ચિહ્ન હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ આ કાર્યક્રમમાં હાજર રહેવા માંગે છે ત્યારે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ અને તમામ અપડેટ તમે amazingdwarka.com વેબસાઇટ પર નિહાળો શક્શો

7 દિવસ પહેલા જ શરૂ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ

  • 15 જાન્યુઆરીએ રામલલ્લાની બાળ સ્વરૂપની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી
  • 16 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અધિવાસ અનુષ્ઠાન કરવામા આવ્યું હતું
  • 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની મંદિર ભ્રમણની વિધિ પૂર્ણ થઇ હતી
  • 18 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરવામાં આવી હતી જેમાં મંડપ પ્રવેશ પૂજન, વાસ્તુ પૂજન વરુણ પૂજન, વિધ્નહર્તા ગણેશ પૂજન અને માર્તિકા પૂજા વિધિ સંપ્નન્ન થઇ હતી
  • 19 જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિ કુંડની સ્થાપના કરવામાં આવી હતી , જેમાં ખાસ રીતે અરણિમંથન વિધિથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હતી.
  • 20 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશ, જેમાં અલગ- અલગ નદીઓનું જળ છે, જેનાથી પવિત્ર કરવામાં આવ્યુ, વાસ્તુ શાંતિ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
  • હવે 21 જાન્યુઆરીના રોજ યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવન સાથે રામ લલ્લાને 125 કળશથી દિવ્ય સ્નાન કરાવવામાં આવશે.
  • 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.

22 જાન્યુઆરીની રૂપરેખા

  • 22 જાન્યુઆરીએ બપોરે 12:30 થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે અને રામલલ્લાનો અભિષેક થશે.
  • રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે
  • જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
  • રામલલ્લાની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ‘પ્રતિષ્ઠાત્ પરમેશ્વર’ મંત્રનો જાપ કરવામાં આવશે. એનો અર્થ થાય છે ભગવાન, તમે બિરાજમાન થાવો.
  • તથા આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી હશે.

સમગ્ર દેશ અને વિદેશ થશે રામમય

  • આ પહેલા કાર્યક્રમ માટે આમંત્રિત લોકો સાથે 100 થી વધુ ચાર્ટર્ડ જેટ અયોધ્યામાં ઉતરશે.
  • આ કાર્યક્રમમાં 150 દેશોમાથી આવેલા રામ ભક્તો ભાગ લેશે
  • મંદિર 21 જાન્યુઆરી અને 22 જાન્યુઆરીએ ભક્તો માટે બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિર 23 જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન માટે ખોલવામાં આવશે.
  • સમગ્ર દેશ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને નિહાળી શકે તે હેતુથી આ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે, તે દિવસે કેન્દ્રીય-કાર્યાલયો બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

જુદા જુદા રાજ્યોમાં 22 જાન્યુઆરીને લઈને કરવામાં આવી છે વિશેષ તૈયારીઓ

ગુજરાત : તમામ લોકો પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 22 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની જાહેર રજા રાખવામાં આવેલી છે

ઉત્તરપ્રદેશ : 22 જાન્યુ.એ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાશે તે દિવસે રાજ્યમાં માંસ, માછલી અને દારૂની દુકાનો બંધ રહેશે. સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે પણ તે દિવસે શાળા-કોલેજો બંધ રાખવા ઉપરાંત લોકોને તહેવાર ઊજવવા પ્રોત્સાહિત કર્યા છે. તે દિવસે ‘ડ્રાય-ડે’ જાહેર કરાયો છે. ઉપરાંત માંસ અને માછલીની દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. ભાંગની દુકાનો પણ બંધ રહેશે. આ નિર્ણય જન-ભાવનાને વશમાં રાખી કરાયું છે.

ગોવા : ગોવામાં પણ તે દિવસે ‘ડ્રાય-ડે’ જાહેર કરાયો છે. સરકારી ઓફીસો અને સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવાયું છે.

છત્તીસગઢ : અહીં તમામ સરકારી સ્કૂલો-કોલેજો બંધ રહેશે. સરકારી કચેરીઓ પણ બંધ રહેશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે પોસ્ટ પર જણાવ્યું છે કે -સીયારામને સમગ્ર જગત જાણે છે. હું તેઓને પ્રમાણ કરૃં છું તે દિવસે સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.

હરિયાણા : હરિયાણા સરકારે પણ ૨૨ જાન્યુઆરીએ સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવ્યું છે. સાથે રાજ્યભરમાં દારૂ, માંસ, માછલીની દુકાનો બંધ રખાશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં લોકોને જશ્ન ઉજવવા અનુરોધ કર્યો છે.

અયોધ્યા થી લાઈવ પ્રસારણ

સમગ્ર દેશ રામમય બની ગયું છે તથા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને વિદેશના લોકો આ કાર્યક્રમમાં જોડાવા અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળવા માંગે છે જો તમે પણ રામભક્તોનું 550 વર્ષોનું સપનું સાકાર થતું અને રામ લલ્લાની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના દૃશ્યો નિહાળવા માંગો છો તો amazingdwarka.com પર આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવાનું ચૂકશો નહિ

Leave a Comment