Amazing Dwarka: ભારત આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતે ચંદ્રયાન-3 લોન્ચ કરી દીધુ છે હવે થોડા જ સમયમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ઈતિહાસનું સાક્ષી બનવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ રચશે. લેન્ડર ચાંદ પર લેન્ડ થશે જે બાદ તેના રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. આ વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીરો લેશે જે બાદ તે આ તસવીરો પૃથ્વી પર મોકલવામાં આવશે.
Chandrayaan 3 Soft Landing
જો ભારતનું ચંદ્રયાન મિશન-3 સફળ રહ્યું તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પહેલો દેશ બની જશે. ચંદ્રયાન મિશન-3ને 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે આજે સાંજે 6.04 વાગ્યે જ્યારે ભારતનું ચંદ્રયાન વિક્રમ લેન્ડરની સાથે ચંદ્રના એ ખૂણે ઉતરશે જ્યાં પહોંચવા માટે અમેરિકા, ચીન અને રશિયા જેવી મહાસત્તાઓએ વલખા માર્યા પણ સફળ નથી થયા.
આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ
આ મિશનને સફળ બનાવવા માટે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ હવન કરવામાં આવી રહ્યો છે અને લોકો આ મિશન સફળ રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. વહેલી સવારથી જ હવન શરૂ કરી દેવામાં આવ્યો છે. અને આ હવન ત્યા સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડ થશે ત્યાં સુધી આ હવન ચાલુ રહેશે.
આ લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:20 વાગ્યે શરૂ થઈ જશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં છે. જેથી પીએમ મોદી આ કાર્યક્રમને ત્યાંથી વર્ચ્યુઅલી જોડાઈને નિહાળશે.
કેટલા વાગ્યે શરૂ થશે લાઇવ પ્રસારણ ?
ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.
ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.
ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે. આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 17:27 વાગ્યે શરૂ થશે.ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે અહીં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત મિશન ઓપરેશન કોમ્પ્લેક્સમાં ઉત્સાહનું વાતાવરણ છે.