Chandrayaan 3; સુવર્ણ અક્ષરે લખાયો ઇતિહાસ ; ચંદ્રયાન 3 મિશન ચંદ્ર પર શું સંશોધન કરશે ?

ભારતે આજે ખરા અર્થમાં ઈતિહાસ રચી દીધો.. ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળ રીતે લેન્ડ થઈ ગયું છે.. ચારે તરફ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.. ક્યાં ઢોલ નગારા વાગી રહ્યાં છે તો ક્યાંક આતશબાજી થઈ રહી છે.. આજે આખુ ભારત ઉજવણી કરી રહ્યું છે… ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 3.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે આજે સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થઈ ગયું છે..

લેન્ડિંગ થતાં જ એ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે. ભારતનું ચંદ્રયાન મિશન-3 સફળ રહ્યું છે.. અને ભારત દેશ પહેલો એવો દેશ છે કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યુ છે.. આ મિશનને લાઈવ જોવા માટે પીએમ મોદી વર્ચ્યુલી દક્ષિણ આફ્રિકાથી જોડાયા હતા..

આ મિશન સફળ થાય તે માટે આજે વહેલી સવારથી મંદિરોમાં હવન કરવામાં આવી રહ્યો હતો.. માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોએ આજે ભારત માટે પ્રાર્થના કરી છે.. અને અંતે આજે બધાની પ્રાર્થના, દુઆ અને મન્નત પુરી થઈ છે અને ઈશરોએ ફરી એકવાર આજે ઈતિહાસ રચી દીધો છે…

ચંદ્રયાન-3 થી ભારતને શું થશે લાભ?


ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે… કારણ કે અત્યારે અમેરિકા દ્વારા લોકોને પૃથ્વી પરથી ચંદ્ર ઉફર મોકલવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.. જેથી અમેરિકાને અત્યારે ભારત પાસે ખુબ મોટી આશા હતી.. કારણ કે ભારતની આ સફળતાથી અમેરિકાને ખુબ ફાયદો થશે… ભારતની આ છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન સાબિત થશે..

આ મિશનથી શું જાણી શકાશે?


આ મિશન પરથી એ જાણી શકાશે કે ચંદ્રયાન જે જમીન પર લેન્ડ થયું છે તે દક્ષિણ ધ્રુવ સપાટીની રચના, ત્યાંની સ્થિતિ, પાણીની સ્થિતિ, ખનીજ , વાયુ અને વાતાવરણ સહિતની તમામ ઉપલબ્ધતા જાણી શકાશે.. આ મિશનથી ભારતની સાથે સાથે અન્ય ઘણા દેશોને ફાયદો થશે.

Leave a Comment