સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર; જાણો મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલ રૂમ પર ફોન કરી શું કહ્યું ?

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કન્ટ્રોલ રૂમ ખાતેથી હોટલાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરશ્રીઓ સાથે વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતિની વિગતો મેળવી હતી, તથા બચાવ-રાહત અને લોકોના સ્થળાંતર સહિતની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી.

હાલમાં રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. જેના માટે સમગ્ર ગુજરાતમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, બિપોરજોય વેરી સિવિયર સાયક્લોન બની વાવાઝોડું લેન્ડફોલ કરશે. જેની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

બિપોરજોય વાવાઝોડાની આંખ મામલે આવી ચોંકાવનારી ખબર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાબતે હવામાન ખાતાએ મહત્ત્વની જાણકારી આપી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ રહેશે. તથા દ્વારકા – જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જખૌ પોર્ટની નજીક આવતીકાલે સાંજે બિપોરજોય સાયકલોન ટકરાશે.

125-135 કિમી ઝડપે પવન ફૂંકાશે

125-135 કિમી ઝડપે પવન ફૂંકાશે. તેમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તથા કચ્છ, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વાવાઝોડા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે પવનની ઝડપ વધારે રહેશે. વાવાઝોડુ ધીમે ધીમે આગળ વધશે તેમ તીવ્રતા ઘટશે. વાવાઝોડાની આંખમાં પવનની વધારે તીવ્રતા હોય છે. તેમજ આ વેરી સેવિયર સાયક્લોન છે.

IMD : વાવાઝોડાનું લેન્ડફોલના સમય અને સ્થાનમાં કોઈ જ ફેરફાર નથી

ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું સંકટ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ તંત્ર પણ એલર્ટ થઈ ગયા છે. આ વચ્ચે IMD તરફથી મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં વાવાઝોડું આવતીકાલે સાંજે ટકરાય તેવી શક્યતા છે. તેમજ વાવાઝોડું ગુજરાતથી રાજસ્થાન તરફથી આગળ વધશે. જેના પરિણામે દક્ષિણ રાજસ્થાનમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આ સાથે જ IMD ના DG મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, 15 જૂનના સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ થશે. જેમાં હજી સુધી કોઈ પણ ફેરફાર થયો નથી પરંતુ છેલ્લા 6 કલાકથી વાવાઝોડું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જે હાલમાાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે.

  • રાજ્યના 1600 કિમીના દરિયાકિનાર પર પશ્ચિમના કાંઠાના વિસ્તારમાં હજુ ભારે પવન ફૂંકાશે. જેમાં કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન ફૂંકાશે. જેની સાથે જ કચ્છ, મોરબી અને દ્વારકામાં 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMD તરફથી જણાવવામાં આવ્યું કે, સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળશે.
  • જેની સાથે જ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તેના અંગે IMD તરફથી જણાવવામાં આવ્યું કે, રાજયમાં 18થી 21 તારીખમાં ચોમાસું આગળ વધશે. તેની સાથે જ વિધિવત ચોમાસું પણ રાજ્યમાં શરૂ થઈ શકે છે.

Leave a Comment