હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ

બીપરજોઈ વાવાઝોડા નો સંકટ લોકો માટે ટોળાઈ રહ્યો છે ત્યારે દ્વારિકાધીશની ધજા બદલાઈ નથી અને આજે ભારે પવનના કારણે એક ધજા ખંડિત થઈ છે તો ભક્તોમાં ડર નો માહોલ પેદા થયો છે કેમકે દ્વારિકા નગરીના રહેવાસીઓની માન્યતા અનુસાર જો જગત મંદિર દ્વારિકાધીશ ની ધજા ખંડિત થાય તો એવું માનવામાં આવે છે કે જરૂરથી કોઈ મોટી આફત આવશે દ્વારિકા નગરી ના લોકો એક પ્રકારનો આ ભગવાન તરફથી સાવચેત થવાનો ઈશારો સમજે છે ત્યારે હવે લોકો વધુ ચિંતામાં મુકાયા છે તો અમુક લોકો એવું પણ માને છે કે ધજા ખંડિત થઈ હોવાથી હવે બધા સંકટ કાળિયા ઠાકરે પોતાની માથે લઈ લીધા છે અમુક લોકોમાં વધુ ચિંતાનો માહોલ પેદા થયો હશે તો અમુક લોકો ચિંતા મુક્ત થયા છે ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં બીપરજોઈ વાવાઝોડાનું સંકટ ટળશે કે નહીં?

મારો દેવ દ્રારકા વાળો ⛳️

  • દ્વારકા મંદિરમાં દરરોજ 5 વખત 52 ગજની ધજા શિખર પર બદલવામાં આવે છે, જોકે વાવાઝોડાના કારણે ઈતિહાસમાં પહેલીવાર ધજા બદલવામાં આવી નથી.
  • ભારે પવનના કારણે એક ધજા ખંડિત થઈ છે. સંકટ ટળે તે માટે બે ધજા એકસાથે શિખર પર ચઢાવવામાં આવી હતી. ધજા ખંડિત થવાને સૂચક સંકેત માને છે શ્રદ્ધાળુઓ, જોકે ઘણા ભક્તો એમ પણ માને છે કે ધજા ખંડિત થવાનો અર્થ છે કે કાળિયા ઠાકરે સંકટ પોતાના માથે લઈ લીધું
  • હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ

ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ


શું આ સંકેત છે કોઈ મોટી આફતના? શું આ ચેતવણી છે કોઈ આગોતરી મુસીબતની? શું આ એંધાણ છે વિનાશના? આવા જ અનેક સવાલો, અનેક ચિંતાઓ અને અઢળક સંકટો વચ્ચે ઝઝૂમી રહ્યું છે દ્વારકા અને દ્વારકાવાસીઓ…

આ ચિંતા અર્થવિહોણી નથી…કેમ કે દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી શ્રધ્ધાના પ્રતીક સમી ધજા ખંડિત થઈ છે. સાથે સાથે લોકોનો ભરોસો પણ ખંડિત થતો જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર લોકોની શ્રદ્ધા ખૂટી શકે એમ નથી, પરંતુ તૂટેલી ધજાને જોઈ લોકોના મનમાં સવાલોની વણઝાર ફૂટી છે. અતિશય ઝડપથી ફુકાયેલા પવનના કારણે દ્વારકાધીશના શિખર પર લહેરાતી ધજા ખંડિત થઈ ગઈ છે. દ્વારકાવાસીઓ દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજાને સલામતી અને શ્રદ્ધાનું પ્રતિક માનતી હતી. શ્રદ્ધાના પ્રતિક સમી ધજા ખંડીત તથા લોકોના મનમાં અનેક પ્રશ્નો સળગી ઉઠ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે કાલના નવા નીતિ નિયમ મુજબ કાળીયા ઠાકોરને કાલે ધજા ચડાવી શકાય ન હતી. તેમજ કુદરતી સંકટના સમયે વર્ષો પુરાણી ચાલી આવતી પ્રથમ મુજબ દ્વારકાધીશના મંદિરો પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડાને પરિણામે ભેદ જમવાની એક ધજા ખંડિત થઈ ગઈ છે. ખંડિત થઈ ગયેલી ફરકી રહેલી ધજાની સાથે જ ડગમગી રહ્યો છે લોકોનો ભરોસો. લોકોના મનમાં ભય પેદા થઈ ગયો છે.

2 thoughts on “હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ”

Leave a Comment