NRDF ના જવાનો બન્યા દેવદૂત; શેલ્ટર હોમ જ પાણીમાં ડૂબી જતાં વાવાઝોડા વચ્ચે NDRF જવાનોએ 127 લોકોનું કર્યું દિલધડક રેસ્કયું ઓપરેશન

બીપરજોયની ભયાનકતાથી હાલ આપણે સૌ વાકેફ થઈ ગયા છીએ. વાવાઝોડું જ્યારે શહેરોમાં અને ગામોમાં આટલા તોફાન મચાવતું હોય ત્યારે દરિયાકિનારાની કે બંદરોની તો વાત જ શી કરવી? દ્વારકામાં વાવાઝોડાની અસર અન્ય શહેરો કરતા કંઈક વધુ જ થઈ છે.

જેના પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને આજથી ત્રણ કે ચાર દિવસ પહેલા બીપરજોયની આગાહી આવતા જ રૂપેણ શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સલામતી ના ધોરણે ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી રૂપાલા રૂપેણ બંદરે પહોંચ્યા હતા. જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક ધોરણે રૂપેણ બંદર સેન્ટર હોમ ખાતે તેમની હાજરીમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ ખુદ લોકોને અહીં સલામતીની ખાતરી આપી હતી તેમજ આશ્વાસન આપ્યું હતું. પરંતુ આજે વાવાઝોડું વધુ ભયાવહ બનતા આ શેલ્ટર હોમમાં પણ પાણી ઘૂસવા લાગ્યા હતા. સ્થળાંતરિત લોકો હવે શેલ્ટર હોમમાં પણ સલામત ન હતા. શેલ્ટર હોમમાં પાણી ભરાતા કુલ 127 લોકોના જીવ જોખમમાં હતા.

દ્વારકાના રૂપેણ બંદર પર NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, ટીમ દ્વારા કરવામાં આવેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણ લોકોના જીવ બચાવી લીધા છે. તોફાની પવન અને વરસાદ વચ્ચે વિગતો મળતા ટીમ બચાવ કામગીરી કરવા માટે પહોંચી ગઈ હતી. વાવાઝોડું સમી ગયા બાદ હવે તેની જે અસરો થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ ટીમો દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ફરીને મહત્વની કામગીરી કરી હતી. આ દરમિયાન રૂપેણ બંદર પર ફસાયેલા લોકોને બચાવીને NDRFની ટીમે નવું જીવન આપ્યું છે.


રૂપેણ બંદર પર એક સ્થળ પર ભારે પાણી જમા થયેલું હતું જેમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાને જોતા NDRFની ટીમ ત્યાં પહોંચી હતી અને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

NDRF ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યું

ત્યારે NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમના કુલ છ સભ્યો દ્વારા 127 લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા. જેમાં 82 પુરુષો, 27 મહિલાઓ, 15 બાળકો અને 3 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 127 લોકોને આ NDRF ની ટીમે જીવના જોખમે રૂપેણ સરકારી શેલ્ટર હોમ માંથી બહાર કાઢ્યા હતા. NDRF ની ધીમે તેઓને સલામતીપૂર્વક બહાર કાઢી NDH શાળામાં સ્થળાંતરિત કર્યા હતા. કઠિનમાં કઠિન મુસીબત પાર પડતા એ વાક્ય સાર્થક થયું હતું કે “જેને રામ રાખે તેને કોણ ચાખે!!!”

Leave a Comment