આને સાક્ષાત્ ચમત્કાર કેવાય; દ્વારકાધીશની દયાથી દેવભૂમિ દ્વારકા મોટી ઘાતથી બચ્યું

આને સાક્ષાત્ ચમત્કાર કેવાય: બીપરજોય વાવાઝોડા રુપી આફત ગુજરાત પર મંડરાઇ રહી હતી જેથી લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને તેમજ ભારે પવનને કારણે દ્વારકાધીશ ને અડધી કાઠી એ ધજા ચઢાવવામાં આવી હતી તેમજ એવો પણ દિવસ આવ્યો હતો કે જ્યારે દ્વારકાધીશ ને એક પણ રજા ચડાવાય ન હતી ત્યારે હવે વાતાવરણ ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે જેના ભાગરૂપે દ્વારિકાધીશ ને આખી કાઠીએ ઘણા દિવસો બાદ ધજા ચડાવવામાં આવી હતી અને દ્વારકા નગરીના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

આને સાક્ષાત્ ચમત્કાર કેવાય

અવારનવાર દ્વારકા પર કુદરતી આફતો આવતી રહેશે પરંતુ હર હંમેશ ગુજરાતી આફતમાંથી ઉગારનાર એક જ કાર્યો ઠાકર હોય છે આ વખતે પણ કાળીયા ઠાકરે સૌ કોઈને આ મુસીબતમાંથી ઉગારીને સાબિત કરી બતાવ્યું છે કે દ્વારકાના લોકોને કોઈ પણ આફત કાંઈ બગાડી શકે તેમ નથી દ્વારકા હર હંમેશ ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં સુરક્ષિત હતું છે અને રહેશે. હાલ ગુજરાતમાં તેમજ દેવભૂમિ દ્વારકા નગરી માંથી બી પર જોઈ વાવાઝોડા નામની કુદરતી આફત ટળી છે જે આમ જોઈએ તો રાયકા વિશે સૌને ઉગારીયા જ કહી શકાય કેમ કે જો બી પર જોઈ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હોત તો કઈ કેટલા લોકોની જાન મુસીબતમાં મુકાત. અને અસંખ્ય જાનહાની થાત પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની દયાથી એક પણ જાનહાની દ્વારિકા નગરીમાં થઈ નથી જે એક પ્રકારનું ચમત્કાર જ ગણી શકાય.

આ પણ જુઓ : જાણો જગન્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ

NRDF ના જવાનો બન્યા દેવદૂત

બીપરજોયની ભયાનકતાથી હાલ આપણે સૌ વાકેફ થઈ ગયા છીએ. વાવાઝોડું જ્યારે શહેરોમાં અને ગામોમાં આટલા તોફાન મચાવતું હોય ત્યારે દરિયાકિનારાની કે બંદરોની તો વાત જ શી કરવી? દ્વારકામાં વાવાઝોડાની અસર અન્ય શહેરો કરતા કંઈક વધુ જ થઈ છે.

જેના પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને આજથી ત્રણ કે ચાર દિવસ પહેલા બીપરજોયની આગાહી આવતા જ રૂપેણ શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સલામતી ના ધોરણે ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી રૂપાલા રૂપેણ બંદરે પહોંચ્યા હતા. જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક ધોરણે રૂપેણ બંદર સેન્ટર હોમ ખાતે તેમની હાજરીમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ ખુદ લોકોને અહીં સલામતીની ખાતરી આપી હતી તેમજ આશ્વાસન આપ્યું હતું. પરંતુ આજે વાવાઝોડું વધુ ભયાવહ બનતા આ શેલ્ટર હોમમાં પણ પાણી ઘૂસવા લાગ્યા હતા. સ્થળાંતરિત લોકો હવે શેલ્ટર હોમમાં પણ સલામત ન હતા. શેલ્ટર હોમમાં પાણી ભરાતા કુલ 127 લોકોના જીવ જોખમમાં હતા.

Leave a Comment