પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આ રોચક માહિતી નહીં જાણતા હોવ તમે

પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આપણા ભારત દેશની મહિલાઓ જેટલી શ્રદ્ધાળુઓ એવી શ્રદ્ધાળુઓ મહિલાઓ બીજા કોઈ દેશમાં જોવા મળશે નહી. ભારતની સંસ્કૃતિ જ અનેરી છે. એટલા માટે જ આજે વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની ચર્ચા થાય છે ન માત્ર ચર્ચા પણ હવે વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવે છે. અહીના વ્રત, તહેવારો પણ વિદેશોમાં કરવામાં આવે છે. હાલ અષાઢી બીજ, મોળાકત, જય પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે તેના વિશેની માહિતી આપને અગાઉના આર્ટીકલમાં જોઈ ગયા હવે આપને બીજા એક વ્રતની વાત કરીએ ‘એવરત – જીવરત’

એવરત – જીવરત વ્રત વિષે સવિસ્તાર :

એવરત-જીવરત વ્રત એ નવી-નવી પરણીને આવેલી સ્ત્રી દ્વારા કરવામાં આવે છે. પરણેલી સ્ત્રી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રતની શરૂઆત કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે. એ દિવસે સવારે વેહલા નાહિ ધોઈને એવરત-જીવરત નામના દેવીઓનું પૂજન કરે છે. ઉપવાસ કરે છે. ફળફળાદી કરે છે. રાત્રે જાગરણ કરે છે. આ રીતે આ વ્રત સતત પાંચ વરસ ચાલે છે.

આવો જાણીએ એવરત-જીવરતની કહાની વિષે :

એક પુરોહિત દંપતી હતા. તેઓ બધી વાતે સુખી હતા. ધન-ધાન્યની કોઈ કમી નો હતી. કમી હતી તો બસ એક જ કે તેઓ ની:સંતાન હતા. જેથી તેઓ હંમેશા ચિંતા કરે રાખતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે, આ બધી ચિંતા મુકીને તપ કરવા નીકળી જાવ જેનાથી એક દિવસ ભગવાન ભોળાનાથ જરૂરથી પ્રશન્ન થશે. આમ વિચાર કરી તે તપ કરવા ચાલતો થયો. ગામથી થોડે દુર ચાલ્યો ત્યાં ઘનઘોર એક જંગલ આવ્યું. આ ઘનઘોર જંગલમાં ચાલતો-ચાલતો એ થોડે દુર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. તપ કરવા પુરોહિતને જગ્યા યોગ્ય લાગી અને બ્રાહ્મણે આ જગ્યાને સાફસુફ કરી ભગવાનની પૂજા-અર્ચના કરવા બેસી ગયો. બ્રાહ્મણે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતા – કરતા છ દિવસ વીતી ગયા તો પણ મહાદેવ પ્રશન્ન ન થયા. એટલામાં ત્યાં એક પારધી ત્યાં એક બકરૂ લયને આવ્યો. તેને ‘જય મહાદેવ’ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા કર્યો. તરત જ મહાદેવ પ્રશન્ન થયા અને બોલ્યા : ‘માંગ, માગ, માંગે તે આપું !’

પારધી એ કહ્યું, ‘ હે મહાદેવ ! મારે તો સાત-સાત દીકરા જોઈએ.’ મહાદેવ કહે : ‘જા ! તને સાત દીકરા થશે.’
અને પારધી તો વરદાન લઈ ને ચાલતો બન્યો. આ જોઇને બ્રાહ્મણને નવાઈ લાગી. એ વિચારમાં પડ્યો હું એટલા દિવસથી ભૂખ્યા-તરસ્યા તપ કરું છું. છતાં પણ મહાદેવજી પ્રશન્ન થતા નથી અને આ પારધી એ અબોલ જીવનો ભોગ લીધો તો પણ મહાદેવ પ્રશન્ન થઇ ગયા. ભગવાનને ઘેર પણ એટલો અન્યાય ? આવું વિચારીને તેને મહાદેવ સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો. અને બ્રાહ્મણ હજુ તો માથું પછાડે એ પેલા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું : ‘હે બ્રાહ્મણ ! તું શા માટે આવું કરે છે ? બોલ તારે શું જોઈએ છે ?’ બ્રાહ્મણ બોલ્યો ‘હે ભગવાન! હું તમારી રોજ સેવા કેં છું, છતાં પણ મારી ઘરે એક સંતાન નથી અને પેલા પારધીને તમે એક ની જગ્યા એ સાત-સાત દીકરા આપી દીધા?’ આવો અન્યાય શું કામ?

શંકર કહે : ‘ભાઈ ઝાઝા છોકરા હોય પણ કીડાની જેમ ખદબદતા હોય તો એ દીકરા શું કામ ના ? જા તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને ભણાવજે, અને ભણી લે એટલે એને પરણાવી દેજે. એ પહેલાતું એને પરણાવતો નહી.’


સારૂ એમ કહીને બ્રાહ્મણ તો ચાલતો થયો. અને થોડા દિવસો માં જ બ્રહ્માણી ને દિવસો રહ્યા. અને નવ મહિના બાદ બ્રહ્માણીને સરસ મજાના પુત્રનો જન્મ થયો. દીકરો મોટો થયો અને શાળાએ જવા લાગ્યો. તે ભણવામાં ખુબ હોશિયાર હતો. આમ કરતા -કરતા દીકરો પાંચ વર્ષનો થયો અને ગામે-ગામથી તેના માટે માંગા આવવા લાગ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો નોતો થયો અને મહાદેવજીને આપેલ શરત બ્રાહ્મણ ભૂલી ગયો અને દીકરાનું સગપણ તેને નક્કી કરી લીધું. જોતજોતામાં લગ્ન થયા અને જાન પછી વળી અને હજુ જાણ અડધે પહોચી ત્યાં તો મુશળધાર વરસાદ શરૂ થયો અને વરસાદ વધુ હોવાના કારણે જાને પગે ચાલવું પડ્યુ એટલામાં વરના પગમાં સાપે ડંશ માર્યો. અને ત્યાં જ તે ઢળી પડ્યો. આ બધું જોઈ ને બધા ભગવાનની ઈચ્છા કહી ને આગળ ચાલતા થયા. પરંતુ કન્યા ટસની મસ ના થઇ તે તેના પતિના શરીરની રક્ષા માટે ત્યાં જ બેઠી રહી. થોડા સમય બાદ કન્યા એ પોતાના પતિનું શબ ખભા પર ઉપાડ્યું અને પડતી-આખડતી મહાદેવના ડેરામાં એ શબ ને લઈ ગઈ.

શબને અંદર લઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મધરાતે એવરત માં આવ્યા બારણું બંધ જોઈ ને પૂછવા લાગ્યા જે કોઈ અંદર હોઈ એ દરવાજો ખોલો. વહુએ ડરતા-ડરતા દરવાજો ખોલ્યો. એવરત માએ વહુને જોતા પૂછ્યું, કોણ છે તું ? ત્યારે વહુ એ કીધું એ હું એક દુખિયારી છું. દુ:ખની મારી તમારી પાસે આવી છું. વહુએ બધી વાત માંડીને કરી અને પોતાના પતિને જીવિત કરવાની વિનવણી માતાજી ને કરી. માતાએ કહ્યું માંને તો તારા સ્વામીને જીવતા કરું. હા ! તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને તે શબ એ પડખું ફર્યું. થોડી વાર થઇ ત્યાં જીવરત માં આવ્યા. એમને પણ કહ્યું મારું કહ્યું માને તો તારા પતિને જીવિત કરું. અને વહુએ કહેશો તે કરીશ એમ કહ્યું ત્યાં શબ એ બીજું પડખું ફેરવ્યું. આમ થોડીવાર માં જ્યાં માં આવ્યા અને ત્યારબાદ વિજયા માં આવ્યા. એમ ચારેય માતાજીએ તેના પતિને જીવનદાન આપ્યું. વહુ હરખમાં ને હરખમાં ગાંડી થઇ ગઈ. બને ઘરે જાય છે અને ઘરના લોકો સામૈયા કરે છે.

થોડા દિવસ થયા ત્યાં વહુ ને ત્યાં એક સરસ મજાનો દીકરાનો જન્મ થયો. એ મધરાતે એવરત માં આવ્યા અને કહે અરે વહુ ! મને વચન આપ્યું છે તે યાદ છે ને ? વહુ કહે હા માતાજી , તો લાવ દીકરો મને આપી દે અને વહુએ દીકરાને માતાજીને સોંપી દીધો. સાસુ જોવા આવ્યા અને કહે વહુ ઘોડિયામાં બાળક સુતો હતો તે ક્યાં ગયો? વહુ કહે મને નથી ખબર. સાસુ ને વહેમ ગયો કે જરૂર આ વહુના જ કારસ્તાન છે. તે વાત એ થોડો સમય થયો ત્યાં વહુ ને બીજી વાર મહિના રહ્યા બીજી વાર પણ આમ જ બન્યું. ત્રીજીવાર પણ આમ જ બન્યું. ત્રીજીવાર તો સાસુ નિગરાની કરવા બેઠા હતા પરંતુ જ્યાં એ સાસુને ઊંઘાડી દીધા અને બાળકને ઘોડીયામાંથી લઈ ગયા. સવાર પડી અને આ વાત સીધી રાજા પાસે જગઈ. ચોથી વખત વહુને સારા દિવસો રહ્યા. ચોથી વખત ખુદ રાજા ચોકી કરવા બાળક પાસે ગયા માં વિજયા એ રાજાને પણ ઊંઘાડીને બાળક લઈ ગયા. સાસુએ તો માથું ને પેટ બેય કુટવા લાગ્યા. અને બધો દોષનો પોટલો સાસુએ વહુ પર નાખ્યો પણ વહુ બિચારી બોલે શું?

પાચમી વખત વહુને ત્યાં એક દીકરીનો જનમ થયો દીકરી જીવતી રહી. એટલે વહુ કહે: બા મારે ગોરની જમાડવી છે. એટલે એના સાસુ કહે તારે જમ કરવું હોઈ તેમ કર મને કાઈ પૂછીશ નહિ. અને આમ વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ નહિ ધોઈને મંદિરે ગઈ ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી. “હે એવરત માં ! જીવરત માં ! જય માં ! વિજય માં ! ચારેય બહેનો મારી ઘરે ગોરની થઈને જમવા આવજો. અને ચારેય માતાજી જમવા આવ્યા અને એ વખતે જમતા-જમતા ઘોડિયામાં દીકરી રડતી હતી. એ દીકરીને રડતી જોઇને માતાજી એ પૂછ્યું કેમ દીકરી રડે છે ? સૌને બબ્બે ભાઈ છે અને મારે તો એક પણ નહિ ? અરે બેટી તારે તો ચાર-ચાર ભાઈ છે જો આ રહ્યા. માતાજીએ દીકરીને વાતનું માન રાખી વહુને ચારેય દીકરા પરત આપ્યા. વહુએ સાસુ, સસરા અને તેના પતિને શરૂઆતથી માંડીને બધી વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર-ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને ચારેય દીકરા આજે પાછા મળ્યા.

વ્રતનું મહત્વ:

આ વ્રત કરનાર પરણેલી સ્ત્રી દ્વારા તેના પતિની રક્ષા માટે લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.

એવરત – જીવરત વ્રત ક્યારે છે?

તા.17મીના સોમવારે દિવાસો છે. સાથે સોમવતી અમાસ તથા હરિયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત વ્રત પણ છે. દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. એટલે કે દિવસાના દિવસથી દેવદિવાળી સુધી આશરે 100 દિવસમાં બધા જ મુખ્ય તહેવારો આવે છે. આથી જ દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે.

Leave a Comment