પતિ અને સંતાનનું આયુષ્ય વધે અને મનગમતું ફળ જોતું હોઈ તો કરો આ વ્રત, સોમવતી અમાસની આ વાત જાણવા જેવી છે

Somvati Amavasya: આપણી સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ, ઉત્સવ અને હર્ષોઉલ્લાસની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિની ખાસિયત એ છે કે તેમાં મનુષ્ય જીવનને ઉપયોગી સ્વાસ્થ્યના ઉપાયો અને પૌરાણિક કથાઓનો સમન્વય જોવા મળે છે. આવું જ એક ફાળદાયી વ્રત એટલે સોમવતી અમાસ. સોમવાર અને અમાસના અનોખા સમન્વય સમી સોમવતી અમાસ હિંદુ શાસ્ત્રમાં અમાસનું ખાસ અને વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, પરંતુ અમાસની તિથિ જો સોમવારે આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત રાખે છે અને શિવની પૂજા કરે છે, તેમને હંમેશા ખુશ રહેવાનું વરદાન મળે છે. સોમવતી અમાસના પ્રભાવથી પતિ અને સંતાનનું આયુષ્ય લાંબુ બને છે. સોમવતી અમાસ એટલે કોઈ પણ મહિનામાં જો અમાસ સોમવારે આવતી હોઈ તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે સોમવારનો ઉપવાસ કરવામાં આવે છે. ભક્તો મહાદેવના મંદિરે જઈને ભગવાનની પૂજા કરે છે. આ દિવસે લોકો પીપળા દેવની પણ પૂજા કરે છે.

આવો જાણીએ સોમવતી અમાસ સાથે જોડાયેલી પ્રચલિત કથા

સોમવતી અમાસ સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. જેમાંની એક વિષે આપણે જોઈએ. એક ગરીબ બ્રાહ્મણ પરીવાર હતું. જેમાં પતિ- પત્ની અને એક તેમની પુત્રી એમ નાનો પરિવાર વસતો હતો. એ દીકરી ધીમે-ધીમે મોટી થવા લાગી હતી. એ દીકરી રૂપવાન તેમજ સંસ્કારી હતી. પણ તે ગરીબ પરિવારની હોવાથી તેના લગ્ન થતા ન હતા. માતા-પિતા એ ખુબ પ્રયત્ન કર્યા પરંતુ તેના લગ્ન થઇ રહ્યા ન હતા તેથી તેના માતા-પિતા ખુબ વ્યથિત રેહતા. એક દિવસ તેમની ઘરે એક સાધુ મહારાજ આવ્યા. તે સાધુ કન્યાની સેવા થી ખુબ પ્રસન્ન થયા. સાધુએ એ કન્યાને લાંબા આયુષ્યનો આશીર્વાદ આપ્યો. તેના માતા-પિતા એ સાધુ મહારાજને તેની દીકરીના લગ્ન નથી થઇ રહ્યા તેવી વાત કરી. મહારાજે દીકરીનો હાથ જોયો અને કહ્યું દીકરીના હાથમાં લગ્નની રેખા જ નથી. ત્યારે સાધુએ પાસેથી દંપતીએ આ વિષે કોઈ ઉપાય સુજાવો એવી વિનવણી કરી. સાધુએ થોડો વિચાર કર્યા પછી દુર દ્રષ્ટીથી ધ્યાન કરીને જણાવ્યું કે અહીથી થોડે દુર એક ગામ છે ત્યાં એક સોના નામની ધોબણ તેના દીકરા વહુ સાથે રહે છે. જે સ્ત્રી ખુબ જ આચાર-વિચાર અને સંસ્કારી અને પતિવ્રતા છે.

કોણ છે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ?

જો તમારી દીકરી તેમની સેવા કરે અને એ મહિલા એમને એમના માથાના સિંદુર લગાવી દે એ પછી તમારી દીકરીના લગ્ન થાય તો એ કન્યાના વૈધવ્ય યોગ મટી શકે. સાધુએ એ પણ જણાવ્યું કે એ મહિલા ક્યાય પણ આવતી-જતી નથી.આ સાંભળીને બ્રાહ્મણે તેમની દીકરીને ધોબણની સેવા કરવાનું કહ્યું. બીજા જ દવસે દીકરી તો વહેલી ઉઠી ગઈ અને સોના ધોબણને ત્યાં પહોચીને તેના ઘરની સાફ-સફાઈ અને બીજા કામ કરીને ઘરે આવી જતી. એક દિવસ સોના ધોબણ તેની વહુને પૂછે છે કે, તમે સવારે વહેલા ઉઠીને બધા કામ ફટાફટ કરી લો છો અને મને ખબર પણ નથી પડતી. વહુએ સામુ કહ્યું – મને એમ કે તમે સવારે જલ્દી ઉઠીને વેહલા કામ કરી લો છો અને હું મોડે સુધી સુતી રહું છું. ત્યારબાદ આ બન્ને સાસુ-વહુ નજર રાખવા લાગી ગયા કે કોણ છે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે.

બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એ તેને ઈંટના ટુકડાથી ૧૦૮ વાર પરિક્રમા કરી

ઘણા દિવસે ધોબણએ જોયું કે કોઈ કન્યા અંધારામાં ઘરે આવીને બધા કામ કરીને પરત ચાલી જાય છે. જયારે તે જવા લાગે છે તો સોના ધોબણ એને રોકે છે અને પૂછે છે તમે કોણ છો જો આ રીતે છુપાઈને મારા ઘરની ચાકરી કરો છો ? ત્યારે કન્યા એ સાધુએ કીધેલી વાત કહી. ધોબણ પતિવ્રતા હતી, તેનામાં તેજ હતું. સોના ધોબણના પતિની તબિયત નાદુરુસ્ત હતી. એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રેહવાનું કહ્યું.


ધોબણે જેવું એમની માંગનું સિંદુર કન્યાની માંગમાં લગાવ્યું એમનો પતિ મૃત્યુ પામ્યો. એ વાતથી એમને ખબર પડી કે ઘરથી જળ આપ્યા વગર ચાલી ગઈ હતી. આ વિચારીને જ રસ્તામાં જ્યાં પીપડાનું ઝાડ મળશે તો એને ભંવરી આપીને તેની પરિક્રમા કરીને કે પાણી પીશે.
આ દિવસે સોમવતી અમાસ હતી. બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એ તેને ઈંટના ટુકડાથી ૧૦૮ વાર પરિક્રમા કરી. ત્યારબાદ તેને ૧૦૮ વાર પીપળાના ઝાડની પરિક્રમા કરીને પાણી પીધું. એમ કરતા જ તેના મૃત પતી જીવિત થઇ ગયો. આવી જ રીતે સોમવતી અમાસથી જે માણસ દરેક અમાસના દિવસે પરિક્રમા કરે છે એમને ત્યાં સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે પીપળાના ઝાડમાં દરેક દેવી-દેવતાઓ વસે છે આથી જો માણસ દરેક સોમવારે પડતી અમાસને દિવસે ૧૦૮ વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશનું પૂજન કરે છે એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

વ્રતનું મહત્વ પણ જણવા જેવું છે

એક પ્રચલિત પરંપરા છે કે પેહલી સોમવતી અમાસના દિવસે જે ધાન, પાન, હળદર, સિંદુર અને સોપારીની પરિક્રમા આપે છે. એ પછી સોમવતી અમાસને તમારા સામર્થ્ય મુજબ ફળ, મીઠાઈ વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચઢાવેલ સમાન કોઈ બ્રાહ્મણ, પોતાના નણંદ કે ભાણેજને આપી શકાય છે. સોમવતી અમાસ કરવાથી માણસના સુખ-સમૃદ્ધીના તમામ બંધ દરવાજા ધીમે-ધીમે ખુલવા લાગે છે. તેથી આ વ્રત તમામે કરવું જોઈએ. ત્યારે આપણી સંસ્કૃતિમાં દરેક વ્રતનું ખાસ મહત્વ રહેલું છે.

Leave a Comment