મા તે મા બીજા બધા વગડાના વા; બે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાયનું મોત, જીવથી વધુ વ્હાલી ગાયને ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધી આપી

Amazing Dwarka: માની ખામી તો કોઈથી પુરી ન થાય, એ આપણે સૌ જાણીએ છીએ. એવુ નથી કે મનુષ્ય માત્રને આ ખોટ વર્તાઈ છે. પણ પશુ-પક્ષીઓને પણ માતાની ખોટ વર્તાઈ છે. દેવભૂમી દ્વારકાના જામ દેવળીયામાં એક ગાયે 2 વાછરડાને જન્મ આપ્યા બાદ દેવલોક પામતા. વાછરડાઓ નિસાસા નાખતા જોવા મળ્યા હતા. પોતાની ગાયનું નિધન થતાં ખેડૂતે ભીની આંખે પોતાના જ ખેતરમાં ગાયને સમાધી આપી હતી.

ખેડૂતે કર્યો ગાયને બચાવવાનો પ્રયાસ

દેવભૂમિ દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકના જામ દેવળીયા ગામમાં એક ગાયે બે વાછરડાને જન્મ આપ્યો હતો.. પણ જે બાદ આ ગાયે ખાવાનું બંધ કરી દીધુ હતું. જે ગાયના માલિકે તાત્કાલિક ડોક્ટર્સને બોલાવ્યા હતા. જેથી પોતાની ગાયનો વહેલી તકે ઈલાજ કરી શકે. અને પોતાની ગાય ઝડપથી સાજી થઈ જાય.

ભીની આંખે ગાયને પોતાની જ વાડીમાં સમાધિ આપી

પણ કહેવાય છે કે જે ઘટના બનાવાની છે તેને કોઈ રોકી શકતું નથી. કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો. ખેડૂતની પ્રિય ગાય દેવલોક પામતા ખેડૂત મહેશભાઈ માડમે ભીની આંખે ગાયને પોતાની જ વાડીમાં સમાધિ આપી હતી.

Leave a Comment