નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; કૃષ્ણ નગરીમાં અધિકમાસની જન્માષ્ટમીની ઉજવણી

Amazing Dwarka: દેવભૂમિ દ્વારકા એટલે ભગવાન કૃષ્ણની નગરી. અહિંયા આવતાની સાથે જ એક અલગ પ્રકારની ધન્યતા અનુભવાઈ. ત્યારે પવિત્ર માસ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકામાં અધિકમાસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની જન્માષ્ટમીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ભક્તો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા અને નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે દુર દુરથી ભક્તો આવ્યા હતા અને કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

કૃષ્ણ નગરીમાં જન્માષ્ટમીની ઉજવણી

દર 3 વર્ષે આવતા પરષોત્તમ માસમાં વિવિધ સેવા કાર્યો કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારે આ અધિકમાસમાં દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના સાનિધ્યમાં વિવિધ ઉત્સવ તેમજ દર્શનનો લાભ લેવા દરરોજ હજારો ભક્તો આવે છે.. ત્યારે જન્માષ્ટમીની મધરાતે 12 વાગ્યાના ટકોરે જગત મંદિરમાં જન્માષ્ટમીના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

ઉત્સવમાં ભક્તો જોડાયા

મધરાતે 12 વાગ્યે ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. આ દરમિયાન ભગવાન કાળિયા ઠાકોરની આરતી કરવામાં આવી હતી અને લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દ્વારકાની બજારોથી માંડી અને જગત મંદિરના દ્વાર સુધી જન્માષ્ટમી ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેરથી આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. મંદિરમાં ભક્તો માટે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતુ.

તંત્ર દ્વારા કરાઇ ખાસ વ્યવસ્થા

કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું.. જેથી શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો ન કરવો પડે આ સાથે જ મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે મંદિરમાં પ્રવેશની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Comment