Amazing Dwarka: ફરી એકવાર સીએમ ભુપેન્દ્ર પટેલની સાદગીએ સૌનું દિલ જીતી લીધું છે. કારણ કે વિશ્વ આદિવાસી દિવસ અને મેરી માટી, મેરા દેશ. અભિયાન અંતર્ગત તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ બપોરનું ભોજન સોનગઢમાં PMAYના લાભાર્થી સોનાબેન પવારના ઘરે જઈ મિલેટ્સમાંથી બનેલી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળ, સહજ અને મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી.
સીએમ ભુપેન્દ્ર પટેલે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી સહિતના નેતાઓ આદિવાસી પરિવારોના ઘરે ગયા હતા. અને તેમના હાથની રસોઈ જમીને ભોજનનો સ્વાદ માણ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલની આ સાદગી જોઈને સૌ કોઈ આનંદમાં આવી ગયા હતા.
સોનાબેનના ઘરે સીએમ ભુપેન્દ્ર પટેલે નીચે બેસીને ભોજન કર્યું હતું. આ સાથે જ તેમને ભોજનના વખાણ પણ કર્યા અને ફરી જમવા આવશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. સીએમની થાડીમાં મિલેટ્સની વાનગી પિરસવામાં આવી હતી. સીએમએ નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, દેશી કંકોડાનું શાક, જુવારનો રોટલો, તુવેરની દાળ અને તાપીની દેશી પ્રખ્યાત વાનગી લાલ ચોખાનો ભાત, છાશ અને શેકેલા લીલા મરચા જમ્યા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલે પોતાના ટ્વિટર પર ટ્વિટ કરતા લખ્યું કે.’ પરંપરાગત જાડા ધાન, એટલે કે શ્રીઅન્નથી બનેલું સ્વાદિષ્ટ દેશી ભોજન કોઈ હેતથી જમાડે ત્યારે એની તોલે બીજો કોઈ સ્વાદ ન આવે. આજે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનના શુભારંભ અવસરે તાપી જિલ્લામાં હતો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાભાર્થી સોનાબેન પવારના ઘરે જમવાનો લ્હાવો મળ્યો. સોના બહેને ખૂબ ભાવપૂર્વક મિલેટ્સની વાનગીઓ પીરસી.સોના બહેને પોતાની બચતમાંથી તેમના ઘરને સજાવ્યું છે. તેમના પરિવારને ઉજ્જ્વળ ભવિષ્યની હૃદયથી શુભકામના.