Ambalal Patel Monsoon Prediction: હાલ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાને બાદ કરતાં ક્યાં ધોધમાર વરસાદ નથી, જો કે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે તુફાન પહેલાની આ શાંતિ છે. આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં મેઘો અનરાધાર તૂટી પડે તેમ દેખાઇ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 15 જુલાઇથી 20 જુલાઇ સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. નદીઓમાં પૂર આવશે અને પાણીની એટલી આવક થશે કે ડેમના પાટિયા કૂદીને પાણી બહાર આવશે. હાલ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે. હિમાચલ અને દિલ્હીમાં તો પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ગુજરાત માટે આગામી 10 દિવસ ભારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આકારી આગાહી
Ambalal Patel : કૃષિ તજજ્ઞ અને હવામાન અંગે સારુ એવું જ્ઞાન ધરાવતાં અંબાલાલ પટેલે વધુ એક વખત ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ વખતે તેઓએ આગાહી કરી છે કે 4-5 દિવસના વિરામ સાથે મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળશે. જેમાં સૌપ્રથમ 15 જુલાઇથી 20 જુલાઇ સુધી એકધારો વરસાદ વરસશે. વરસાદનો આ રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરા, સૌરાષ્ટ્રના તમામ જળાશયો છલકાઇ જશે અને નદીઓ બેકાંઠે વહેતી જોવા મળી શકે છે. ભારે વરસાદ પાછળનું કારણ પુનર્વસુ નક્ષત્ર છે, આ નક્ષત્રમાં 24થી 29 સુધી સારો વરસાદ થાય છે. ત્યારે જુલાઇ મહિનામાં શ્રીકાર જળવર્ષા થવાના યોગ બની રહ્યાં છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.
આ તારીખે એવો વરસાદ પડશે કે આખા ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાશે
ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં વાદળો નીચે આવતાં હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. કેટલીક જગ્યાએ અતિવૃષ્ટી પણ થવાના એંધાણ છે. આ વખતનું ચોમાસું દર વખત કરતાં વધુ વરસાદી રહેવાની શક્યતાઓ નકારી શકાય નહીં. અંબાલાલે વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની રહી છે જે ભારત તરફ વરસાદ લાવી રહી છે. આ સિવાય આ વખતે એવું બની રહ્યું છે કે જે સિસ્ટમ રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચે બનતી હતી તે ગુજરાત માથે બની રહી છે. આથી જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સતત મેઘસવારી રહેશે.