શનિદેવનું જન્મસ્થળ – હાથલા; અહીં દર્શને આવતા લોકો પગરખા મંદિરે જ છોડી દે છે

Hathala shanidev temple: મનુષ્ય જીવનમાં આવતા કષ્ટ, તકલીફો અને વિઘ્નને દૂર કરનારા દેવ એટલે શનિદેવ, આજે અમે તમને ભાણવડથી 20 કિલોમીટર દૂર હાથલામાં શનિદેવના મંદિર વિશે કેટલીક રોચક વાતો જણાવીશું.

ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાથી પર બિરાજમાન શનિદેવની મૂર્તિ તમને હાથલા જ જોવા મળશે. મહારાષ્ટ્રમાં પણ શિંગળાપુરમાં શનિદેવનું મુખ્ય મંદિર હોવાનું કહેવાય છે, પરંતુ ઇતિહાસના પાનાઓમાં ડોકિયું કરવાથી કેટલાક રોચક તથ્યો સામે આવે છે. જેમાં હાથલાના શનિ મહારાજનો વિશિષ્ઠ ઉલ્લેખ પણ જોવા મળે છે.

અહીં તમને હાથલામાં શનિદેવના મંદિરમાં શું જોવા જેવું છે, શું ઇતિહાસ છે વગેરે બાબતો પર નજર કરીશું.

Shani Dev Temple Hathla

Travel & History: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાથી 22 કિલોમીટરના અંતરે એક પ્રાચિન અને ધાર્મિક ગામ આવેલું છે, જે હાથલાથી જગવિખ્યાત છે. અહીં બિરાજમાન શનિદેવના દર્શન માટે દૂરદૂરથી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. જેમ મહારાષ્ટ્રમાં શિંગળાપુરમાં સ્વયંભુ શનિદેવ છે, તેવી જ રીતે હાથલામાં પણ શનિદેવ પ્રગટ્યા હોવાનું મનાય છે. હાથલા શનિદેવના મંદિરનો ઉલ્લેખ પુરાણો અને દંતકથાઓમાં મળી આવે છે. આસપાસના હરિયાળી અને ડુંગરાળ વિસ્તાર આ મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. શનિદેવ આવો તો અહીં તમને હાથી પર બિરાજમાન શનિદેવની મૂર્તિના દર્શન કરવા મળશે,જે બીજે ક્યાંય નથી, આ સિવાય મંદિર પરિસરમાં શનિકુંડ, પનોતી સ્થળ સહિતની જગ્યાઓ જોવા મળશે.

હાથલાનો જાજરમાન ઇતિહાસ

About Hathala shanidev: પુરાતત્વ વિભાગના રિપોર્ટ પ્રમાણે હથલામાં અંદાજે ઇ.સ. છઠ્ઠી કે સાતમી સદીમાં મંદિરનું નિર્માણ થયેલું હોઇ શકે છે. મંદિરના અવશેષો 1500 વર્ષ જૂના હોવાનું પુરાતત્વ વિભાગ જણાવે છે.

History Hathala shanidev; મંદિરમાં એ સમયથી જ બાળ શનિદેવ હાથી પર બિરાજમાન છે, આ પ્રકારની મૂર્તિ સમગ્ર ભારતમાં ક્યાંય નથી. આ સિવાય અહીં પૌરાણિક શિલ્પો, ભગ્ન શિવલિંગ, નંદી, હનુમાન તથા શનિકુંડના દર્શન કરવા મળશે. હાથલાનો વિસ્તાર ઘુમલી પ્રદેશમાં આવતો હોવાથી જેઠવા અને જાડેજા રાજાઓની લડાઇને કારણે સમગ્ર પંથક ઉજ્જડ બન્યો છે. આ લડાઇના 200 વર્ષ સુધી તો આ જગ્યા માનવીઓથી પર રહી હતી.

હાથલાનો જાજરમાન ઇતિહાસ

શનિ ભગવાનનું મુખ્ય સ્થાન હાથલા

હાથલાના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે બરડા ડુંગર પીપ્પલાવન તરીકે જાણીતું હતું ત્યારે આ પંથક હસ્તિનસ્થલ તરીકે પ્રચલિત હતો, ત્યારબાદ મધ્યકાલિન યુગમાં તે હસ્થથલ તરીકે ઓળખાતું, એટલે સમયજતા હાથલા નામ પડ્યું. તો બીજી એવી પણ વાત છે કે અહીં શનિદેવ હાથ પર બિરાજમાન હોવાથી હાથલા નામ પડ્યું. આ સિવાય પુરાણોમાં ઉલ્લેખ છે કે ઋષિ મુગદલે આ જગ્યાએ લાંબા સમય સુધી વસવાટ કર્યો હતો.

આ દરમિયાન તેઓએ શનિદેવની આરાધના કરેલી, એટલું જ નહીં ઋષિએ અહીં બેસીને જ સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા શ્લોક તૈયાર કર્યા હતા. આ સિવાય હાથલાનો અન્ય એક જગ્યાએ ઐતિહાસિક ઉલ્લેખ હોવાના પુરાવા મળ્યા છે. આ સ્થળ બીજુ કોઇ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં શિંગળાપુરમાં આવેલા શનિમંદિરમાં શનિદેવના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે શનિ ભગવાનનો મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પંથકમાં છે. એટલે આ સ્થળ બીજું કોઇ નહીં પરંતુ હાથલા છે.

સુખ, શાંતિ અને પ્રગતિના દેવ શનિ

એવું કહેવાય છે કે શનિદેવ ખુદ હાથી પર સવાર થઇને હાથલા આવ્યા હતા, તેમની સાથે તેમની પત્ની પનોતી દેવી પણ હતા, આપણા પુરાતત્વ વિભાગ આ જગ્યાને પનોતી મંદિર તરીકે ઓળખાવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શનિદેવના દશ વાહનો, દશ પત્નીઓ અને દશ નામ છે. એવું કહેવાય છે કે શનિદેવ જ્યારે હાથી પર સવાર હોય ત્યારે જીવનમાં સુખ, શાંતિ અને પ્રગતિ થાય છે.

શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઇ થાય છે. આથી જ તો કહેવાય છે કે યમુના નદીમાં સ્નાન કરવાથી યમની અને તાપી નદીમાં સ્નાન કરવાથી શનિદેવ ખુશ થાય છે.

અહીં લોકો પનોતી કેમ અર્પણ કરે છે ?

હાથલામાં બિરાજમાન શનિમંદિરે લોકો ખાસ પનોતી અર્પણ કરવા માટે આવે છે. શનિદેવના પત્નીનું નામ પનોતી છે. હાથલામાં શનિદેવની સાથે પનોતી દેવીનું પણ સ્થાનક છે. અહીં એક વખત પનોતી મુક્યા પછી તે પાછી આવતી નથી, આથી જ લોકો પોતાના પગરખા પનોતી દેવીને અર્પણ કરવા આવે છે. તો અહીં આવેલા શનિકુંડમાં મામાના હાથે ભાણેજ સ્નાન કરે તો તેને જીવનમાં ક્યારેય પનોતી રહેતી નથી.

પનોતી કેમ અર્પણ કરે છે

રામાયણ અને મહાભારતમાં હાથલાનો ઉલ્લેખ

હાથલાના શનિદેવનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે. જ્યારે દશરથજી રામ અને લક્ષ્મણને લઇને દ્વારકા જવા નીકળ્યા હતા ત્યારે હાથલા પહોંચતા જ તેમને લાગ્યું કે દ્વારકાથી આગળ નીકળી ગયા, તેથી તેઓ અહીંથી જ પરત ફરત ફર્યા, આ દરમિયાન ભગવાન રામને તરસ લાગતા દશરથે બાણ મારીને પાણીનો પ્રવાહ શરૂ કર્યો હતો. આ પાણીનો પ્રવાહ એટલે હાથલામાં આવેલું શનિકુંડ. તો અન્ય એક કથા મુજબ જ્યારે પાંડવો પણ શનિના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ ઉપાય બતાવ્યો અને કહ્યું કે હાથલામાં કષ્ટનિવારક શનિદેવનું પવિત્ર મંદિર છે. આ મંદિરમાં આવેલા શનિકુંડમાં સ્નાન કરવાથી તેમના કષ્ટો દૂર થયા અને તેઓએ વિજય પણ પ્રાપ્ત કર્યો હતો.

Leave a Comment