હસતાં રમતાં યુવાનોને આવે છે હ્યદયરોગના હુમલા, ખંભાળિયામાં યુવાનના હાર્ટ અટેકથી મોતથી ગમગીની

Amazing Dwarka: કોરોના બાદ લોકોમાં અત્યારે હાર્ટ એટેકના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ જો સૌથી વધુ હાર્ટ એટેકના કેસ જોવા મળતા હોય તો તે છે યુવાનોમાં. ત્યારે જામ ખંભાળિયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. જામ ખંભાળિયાના ચેતનભાઈ મેઘજીભાઈ ટાકોદરા ઉર્ફે ગજાનંદ વોરાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેથી પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, ચેતનભાઈનું અચાનક આ રીતે મોત થતાં પરિવાર ભાંગી પડ્યો છે. કારણ કે પરિવારે જુવાનજોઘ દિકરો ગુમાવ્યો છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યું

હસતા રમતાં હાર્ટ અટેક, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક કિસ્સામાં 25થી 35 વર્ષ સુધીના યુવાનોમાં સૌથી વધુ હાર્ટ અટેકના હુમલાના કેસ વધી રહ્યાં છે. રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં હ્યદયરોગના હુમલાને કારણે યુવાનોના મોતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. કેટલાક કિસ્સામાં ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ અટેક આવી રહ્યાં છે. તો નાની વયે હાર્ટ અટેક એટલો ખતરનાક હોય છે કે દર્દી હોસ્પિટલ પણ પહોંચતા નથી, સ્થળ પર જ મૃત્યુ થઇ રહ્યાં છે.

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

એક સર્વે પ્રમાણે દુનિયાભરમાં હાર્ટઅટેકના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે દુનિયામાં 1 કરોડથી વધુ લોકોનાં મોતનું કારણ હ્યદયરોગનો હુમલો છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા કેટલાક સમયથી યુવાનોનું હાર્ટઅટેકના કારણે મૃત્યુ વધુ થઇ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે લાઇફસ્ટાઇલ અને પૌષ્ટીક ખોરાક ન લેવાને કારણે યુવાનોમાં હાર્ટઅટેક વધી રહ્યાં છે. જેમ કે કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, સિગરેટ, વજન, દારૂ, સ્ટ્રેસ સહિતના ફેક્ટર જવાબદાર છે.

યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ કેમ વધી રહ્યું છે ?

કોરોનાકાળ યુવાનોમાં હાર્ટઅટેક વધ્યા હોવાની વાત સામે આવી છે, જો કે હાલ આ વિષય પર કોઇ સંશોધન થયું નથી પરંતુ નાની વયે હ્યદયરોગના હુમલા અંગે ડોક્ટરોનું માનવું છે કે જ્યારે વધારે ચિંતા થાય ત્યારે કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન રીલિઝ થાય છે. આ હોમ્રોન હ્યદયમાં જતા લોહીના પ્રવાહને ધીમું કરે છે. તેનાથી હ્યદયને જરૂરી ઓક્સિજન અને પોષકતત્વ મળતાં નથી. તો એવું પણ બને કે યુવાનોમાં એવો વહેમ હોય છે કે મારી ઉંમર નાની છે આથી મને હાર્ટઅટેક ન આવે, આથી તેઓ એસિડીટી અથવા અન્ય બીમારી હોવાનું કહી નજરઅંદાજ કરતાં હોય છે. તો આજના યુવાનો પુરતી ઉંઘ કરતાં નથી, ભોજનમાં પણ અનીયમીત હોય છે, રાતે મોડે સુધી મોબાઇલમાં ફિલ્મો કે વેબસીરિઝ જુએ છે, તેના કારણે તેમની ઉંઘમાં ખલેલ પહોંચે છે. આ તમામ આદતને કારણે ભારતના યુવાનોમાં હાર્ટઅટેક એક મહામારીની જેમ ફેલાઇ રહ્યો છે.

હાર્ટઅટેક થવાનું કારણ શું ?

હાર્ટઅટેકની પાછળ અનેક કારણ હોઇ શકે છે. પરંતુ સૌથી સામાન્ય કારણ છે નિયમીત આહાર ન લેવો અને વજન વધુ હોવો. સામાન્ય રીતે હાર્ટઅટેક શ્વાસ નળી બ્લોક થવાને કારણે થાય છે. આ સિવાય શ્વાસ નળીની આસપાસ ચરબી જમા થવાને કારણે નસ દબાઇ જાય છે. તો શ્વાસ નળીઓમાં લોહી બ્લોક થવાથી હાર્ટઅટેક થાય છે. આ સિવાય ચિંતા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ પણ હાર્ટઅટેકનું મુખ્ય કારણ બને છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે પરિવારમાં જો કોઇ વ્યક્તિને હ્યદયરોગની બીમારી હોય તો તેના સંતાનોને પણ હાર્ટઅટેક આવવાની શક્યતા વધુ હોય છે.

હાર્ટઅટેકના લક્ષણ ?

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાર્ટઅટેકના લક્ષણો પુરુષ અને મહિલાઓના અલગઅલગ હોય છે. પુરુષોમાં આવતાં હાર્ટઅટેકના લક્ષણની વાત કરીએ તો છાતીમાં દુખાવો થવો, છાતીમાં દબાણ થતું હોય તેવો અનુભવ થવો. ઝડપથી થાક લાગી જવો, તાવ આવવો, ઉલટી કે અચાનક તબીયત ખરાબ થવી.

હાર્ટઅટેકથી બચવાના કેટલાક સામાન્ય પરંતુ મહત્વના ઉપાય

આજના યુગમાં સૌથી મહત્વની વાત સ્વસ્થ આહાર છે. ફેટ કે તળેલી વસ્તુઓનું સેવન કરવાનું સંપૂર્ણ બંધ કરવું હિતવાહક રહેશે. તો આહારમાં શાકભાજી, ફળ લેવાનું વધારવું જોઇએ. તો દરરોજ દિવસની શરૂઆત યોગ કે કસરતથી કરવી જોઇએ.

Leave a Comment